લોકસભાની 25 બેઠકો માટે 266 અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારો મેદાનમાં

રાજયમાં 4.97 કરોડ મતદારો મતદાન કરી શકશે : ઈ-એપીકની પ્રિન્ટ પણ પુરાવા તરીકે માન્ય

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Ahmedabad | 24 April, 2024 | 12:28 PM
♦ 18 થી 19 વર્ષની વયના 12.20 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે
સાંજ સમાચાર

♦ 22,700થી વધુ મતદારોની હોમવોટીંગ માટે અરજી

♦ રવિવારે તમામ મતદાન બુથો પર મતદાર યાદી સાથે BLO ઉપસ્થિત રહેશે

♦ તા.5મેના પોલીંગ સ્ટાફ માટે ત્રીજા રેન્ડમાઈઝેશનની કામગીરી

♦ મતદાનના દિવસે કામદારોને સવેતન રજા ન મળે તો 1950 પર ફરિયાદ કરી શકાશે

ગાંધીનગર,તા.24
લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.

જો EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. બુથ લેવલ ઓફિસર દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 27 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે બીજો સ્ટેટ લેવલ પોસ્ટલ બેલેટ એક્સચેન્જ ફેર યોજાશે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં 27 એપ્રિલ સુધીમાં EVMનું બીજું રેન્ડમાઇઝેશન, જ્યારે 5 મે 2024 ના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જાન્યુઆરી-2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે. તા.22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરિફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. સુરત લોકસભા બેઠક પર માત્ર ભાજપના 1 ઉમેદવાર વધતાં તે ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન તા.07 મે,ના રોજ યોજાનાર છે. જેમાં રાજ્યના 4,97,68,677 મતદારો મતદાન કરી શકશે. આખરી મતદાર યાદીમાં 18 થી 19 વર્ષની ધરાવતા 12,20,438 મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે. 

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 અંતર્ગત તા.05 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયેલા હતા. ત્યાર બાદ તા.09 એપ્રિલ, 2024 સુધી મતદાર તરીકે નોંધણી માટે મળેલી અરજીઓ પૈકી 3,19,209 મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 સ્ત્રી અને ત્રીજી જાતિના 1,534 મળી કુલ 4,97,68,677 મતદારોનો સમાવેશ થાય છે. 

રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1,16,06,188 યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 4,19,584 છે. રાજ્યમાં 10,036 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. 3,75,673 મતદારોને દિવ્યાંગ મતદાર તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે; જેમાં 22,23,550 મતદારો છે, જ્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા 17,23,353 મતદારો છે. 

રાજ્યમાં કુલ 27,555 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે.

મતદાન માટે ગત તા.15 માર્ચ, 2024 સુધી અરજી કરનાર નાગરિકોને મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ અરજી કરનાર નાગરિકોને EPIC કાર્ડ ઝડપથી પહોંચાડી દેવામાં આવશે. જો કે EPIC કાર્ડ ન મળ્યું  હોય પણ મતદાર નોંધણીની અરજી સાથે મોબાઈલ નંબર આપેલ હોય તો e-EPICડાઉનલોડ કરી શકાય છે અને E-EPICની પ્રિન્ટને ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. 

લોકસભા સામાન્ય ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. તા.20 એપ્રિલના રોજ ચકાસણી દરમ્યાન કુલ નામાંકનપત્રો પૈકી કુલ 105 નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પરત ખેંચવાની આખરી તા. 22 એપ્રિલ સુધીમાં કુલ 62 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે લોકસભા સામાન્ય ચૂંટણી, 2024 માં હરીફ ઉમેદવારની કુલ સંખ્યા 266 થઈ છે. જે પૈકી 247 પુરુષ ઉમેદવારો, 19 સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉક્ત પૈકી 24-સુરત લોકસભા મતવિભાગના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે. 

જ્યારે પાંચ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ-2024 માટે કુલ 37 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. જે પૈકી ચકાસણી દરમિયાન કુલ 10 નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા. તેમજ 3 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે વિધાનસભા પેટા ચૂંટણી માટે હરીફ ઉમેદવારની કુલ સંખ્યા 24 થઈ છે. 

કુલ 25 સંસદીય મતવિભાગોમાં કુલ 49,140 મતદાન મથકો ખાતે મતદાન થનાર છે. આ પૈકી 7-અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગના 1,820 મતદાન મથકોમાં 2 BUનો વપરાશ થશે. આમ કુલ 50,960-BU, 49,140-CU અને 49,140-VVPATનો ઉપયોગ થશે. તે ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણીઓમાં 1,282 મતદાન મથકોમાં મતદાન થશે, જેમાં કુલ 1,282- BU, 1,282-CU અને 1,282-VVPATનો ઉપયોગ થનાર છે.

તા.11 સુધીમાં Absentee Voters Categorydp  મા 85 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા 18,490 વરિષ્ઠ મતદારો તેમજ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 4,211 દિવ્યાંગ મતદારો મળી કુલ 22,701 મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી છે. મતપત્રો તૈયાર થતાંની સાથે આવતીકાલથી હોમ વોટીંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

જો મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તો EPICકાર્ડ અથવા E-EPIC ની પ્રિન્ટ દ્વારા મતદાન કરી શકાશે. જો તે પણ પ્રાપ્ય ન હોય તો અન્ય વૈકલ્પિક 12 પૈકીના કોઈ પણ પુરાવાથી મતદાન કરી શકાશે,મતદાનનો સમય, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. મતદાનના દિવસે, મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો 1950 પર ફરીયાદ કરી શકાય છે.

મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં, Voter Information Slip  કે જે BLO દ્વારા આપવામાં આવે છે તે માત્ર જાણકારી માટે છે. તે મતદાન માટેનો માન્ય પુરાવો નથી.   મતદાનના દિવસે હિટ વેવથી બચવા માટે કાળજી રાખવા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવશે.

મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો   વિષે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તે અંગે મતદારો મુંઝવણ અનુભવતા હોય છે. આથી તા.28 એપ્રિલ, 2024 ના રોજ સમગ્ર રાજ્યમાં Know Your Polling Station  અભિયાનનું આયોજન કરવામાં આવશે.

જેમાં બૂથ લેવલ ઓફિસર સવારે 9 થી 12:30 સુધી મતદાર યાદી સાથે મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થા વિષે માહિતગાર કરશે. આ અભિયાનની સાથોસાથ ચુનાવ પાઠશાલાનું પણ આયોજન કરવામાં આવશે; જેમાં તમામ ગ્રાસ રૂટ લેવલના કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને સહપરિવાર મતદાન માટે આમંત્રણ આપશે.

આ ઉપરાંત ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 7.89 કરોડ રોકડ, રૂ. 14.69 કરોડની કિંમતનો 5.04 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 36.63 કરોડની કિંમતનું 69.80 કિલો સોનું અને ચાંદી, રૂ. 3.57 કરોડની કિંમતના 777.41 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ. 58.85 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. 121.65 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. 

c-VIGIL (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024 થી તા.21/04/2024 સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 2,838 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 85 વર્ષથી વધુના 18941 અને સતાયુ મતદારો 390
રાજકોટ,તા.24

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા પ્રમાણે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં 21,12,273 મતદારો છે. 

રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 10,93,626 પુરુષ મતદારો નોંધાયા છે, જ્યારે 10,18,611 મહિલા મતદારો છે. જ્યારે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 36 છે. 
આ ઉપરાંત 453 સર્વિસ વોટર્સ છે, જ્યારે દિવ્યાંગ મતદારોની સંખ્યા 12,674 અને ઓવરસીઝ મતદારો 15 જેટલા છે. 

બુઝુ્ર્ગ મતદારની વાત કરીએ, તો 85થી વધુની વયના 18,941 છે, જ્યારે આયુની શતાબ્દિ પૂરી કરી હોય તેવા મતદારોની સંખ્યા 390 જેટલી છે.  વયજૂથ પ્રમાણે મતદારો જોઈએ તો, રાજકોટ લોકસભા બેઠક પર પહેલીવાર મતદાન કરનારા યુવા મતદારો એટલે કે 18થી 19 વયના મતદારોની સંખ્યા 42,777 જેટલી છે. જ્યારે 20થી 29 વયના મતદારો 4,07,080 જેટલા છે. 

30થી 39 વય જૂથના મતદારો 5,01,630 જેટલી છે, જે તમામ વયજૂથમાં સૌથી વધુ છે. જ્યારે 40થી 49 વયના મતદારો 4,49,529 જેટલા છે. 50થી 59 વયના મતદારોની સંખ્યા 3,32,467 જેટલી છે. 60થી 69 વયના મતદારો 2,24,475 જેટલા છે. 70થી 79 વયના મતદારો 1,10,104 જેટલા છે. જ્યારે 80થી વધુ વયના મતદારો 44,211 જેટલા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj