ગુજરાત માટે કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકો: સોનિયા-પ્રિયંકા-રાહુલ ગાંધી, ખડગે સામેલ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 23 April, 2024 | 05:31 PM
સ્થાનિક નેતાઓમાં શક્તિસિંહ, ઈન્દ્રનીલ, લલિત કગથરા, પરેશ ધાનાણી વગેરેના નામો
સાંજ સમાચાર

રાજકોટ,તા.23
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રવાહના આડે માંડ એક પખવાડીયુ પણ બાકી નથી ત્યારે પ્રચાર માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે તેમાં શક્તિસિંહ ગોહિલ, લલીત કગથરા, ઈન્દ્રનીલ રાજયગુરૂ સહિતના ડઝન જેટલા લોકલ નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યુ છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાત માટેના સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપવામાં આવી છે. આ લીસ્ટમાં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કે.સી.વેણુગોપાલ, મુકુલ વાશ્નીક, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોટ, રણદીપ સુરજેવાલા, સચીન પાઈલોટ, રામકિશન ઓઝા, ઉષા નાયડુનો સમાવેશ થાય છે.

ગુજરાતના સ્થાનિક નેતાઓમાં શક્તિસિંહ ગોહિલ, અમીત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, દીપક બાબરીયા, મધુસુદન મિસ્ત્રી, અમી યાજ્ઞીક, શૈલેષ પરમાર, લલિત કગથરા, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, જીજ્ઞેશ મેવાણી, કાદિર પીરઝાદા, ગૌરવ પંડયા, પરેશ ધાનાણી, સુખરામ રાઠવા, મુમતાઝ પટેલ, લાલજી દેસાઈ, બી.વી.શ્રીનિવાસ, અલ્કા લાંબા, ઈમરાન પ્રતાપગ્રહી, વિમલ ચુડાસમા, દિનેશ ઠાકોર, ચંદ્રીકા ચુડાસમા, પુંજા વંશ, ગ્યાસુદીન શેખ, ઈન્દ્રનીલ રાજયગુરૂ, રઘુભાઈ દેસાઈ તથા નિશિત વ્યાસના નામો છે.

કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે ચુંટણી પ્રચારમાં ગાંધી પરિવાર, ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે. કાર્યક્રમ ફાઈનલ કરી દેવામાં આવ્યો છે અને તુર્તમાં જાહેર કરાશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj