રાજકોટ, તા.7
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આજે સવારના 7 વાગ્યાથી મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયા બાદ બપોરના 3 વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો 46.47 ટકાએ પહોંચી ગયો હતો.
સવારના ઠંડા પહોરમાં મતદારોએ મતદાન મથકો પર પહોંચી ઉત્સાહભેર પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ગત ગત ચૂંટણીમાં 63.47 ટકા કુલ મતદાન થવા પામેલ હતું. જ્યારે આ વખતે બપોરના 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન થતાં ગત ચૂંટણીના મતદાનનો રેકોર્ડ તૂટશે કે કેમ? તે પ્રશ્ન છે.
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં સવારના 7 વાગ્યે મતદાનનો પ્રારંભ થયા બાદ પ્રથમ બે કલાકમાં 9.77 ટકા મતદાન થવા પામેલ હતું. જેમાં ટંકારા વિસ્તારમાં 11.65 ટકા, વાંકાનેર વિસ્તારમાં 11.78 ટકા, રાજકોટ ઇસ્ટમાં 8.36 ટકા, રાજકોટ વેસ્ટમાં 8.87 ટકા, રાજકોટ સાઉથમાં 9.20 ટકા, રાજકોટ રૂરલમાં 9.51 ટકા અને જસદણમાં 9.69 ટકા મતદાન થવા પામેલ હતું.
ત્યાર બપોરના 11-00 વાગ્યા સુધીમાં રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં ટંકારામાં 28.43 ટકા, વાંકાનેરમાં 28.16, રાજકોટ-ઇસ્ટમાં 22.51, રાજકોટ-વેસ્ટમાં 22.48, રાજકોટ-સાઉથમાં 22.34, રાજકોટ રૂરલમાં 24.87 અને જસદણ વિધાનસભા મત વિસ્તારમાં 22.74 ટકા મતદાન થતાં સરેરાશ મતદાનનો આંકડો 24.54 ટકાએ પહોંચ્યો હતો.
જ્યારે બપોરના 1-00 વાગ્યા સુધીમાં ટંકારામાં 43.36 ટકા, વાંકાનેરમાં 40.34 ટકા, રાજકોટ-ઇસ્ટમાં 33.31 ટકા, રાજકોટ-વેસ્ટમાં 36.48 ટકા, રાજકોટ સાઉથમાં 34.87 ટકા, રાજકોટ રૂરલમાં 37.85 ટકા અને જસદણ વિસ્તારમાં 33.22 ટકા મતદાન થવા પામેલ છે. બપોરના 1-00 વાગ્યા સુધીમાં 37.42 ટકા સરેરાશ મતદાન થવા પામેલ છે.
જ્યારે બપોરના 3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર મતદાન વધીને 46.47 ટકા મતદાન થવા પામેલ છે. જેમાં ટંકારામાં સૌથી વધુ 51.38 ટકા, વાંકાનેરમાં 46.82 ટકા, રાજકોટ ઇસ્ટમાં 46.63 ટકા, રાજકોટ વેસ્ટમાં 46.74 ટકા, રાજકોટ સાઉથમાં 46.38, રાજકોટ રૂરલમાં 48.84 અને જસદણમાં 39.38 ટકા મતદાન થયું હતું.
ટંકારા : 59.21%
વાંકાનેર : 57.47%
રાજકોટ પૂર્વ : 52.82%
રાજકોટ પશ્ચિમ : 53.92%
રાજકોટ દક્ષિણ : 53.56%
રાજકોટ ગ્રામ્ય : 53.71%
જસદણ : 49.89%
કુલ મતદાન : 54.29%
કુલ 21.12 લાખ મતદારો માંથી 11.46 લાખ લોકોએ મતદાન કર્યું
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy