મતદાન જાગૃતિના સંદેશની કોઈ અસર મતદાતાઓ પર જોવા ન મળી: મતદાનમાં નિરસતા

સમગ્ર ગુજરાતમાં અમરેલી જિલ્લામાં સૌથી ઓછું 50.07 ટકા મતદાન

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Amreli | 08 May, 2024 | 11:00 AM
ગત વર્ષની સરખામણીએ પાંચ ટકા મતદાન ઘટતા રાજકીય નેતાઓ સ્તબ્ધ: અમરેલી લોકસભા બેઠકમાં સૌથી વધુ ગારીયાધાર બેઠકનું 47.43 અને ઓછું ધારી-બગસરા 46.08 ટકા મતદાન નોંધાયુ: પુરૂષ મતદારોની સરખામણીએ મહિલાઓનું ઓછું મતદાન: 43 ડિગ્રી હિટવેવમાં મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું
સાંજ સમાચાર

અમરેલી,તા.8
લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે સમગ્ર રાજયમાં મતદાનની પ્રક્રિયા શાંતિર્પૂણ માહોલમાં સંપન્ન થતા રાજયભરમાં સૌથી ઓછુ મતદાન અમરેલી જિલ્લામાં 50.07 ટકા નોંધાતા રાજકિય નેતાઓ સ્તબ્ધ થયા છે. તો બીજી તરફ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે કોઈ કચાશ રાખી ન હતી.તેમ છતાં ગત વર્ષની ચૂંટણીની સરખામણીએ પાંચ ટકા મતદાન ઓછુ થતા ચૂંટણીમાં મતદારોમાં મતદાન માટે નિરસતા જોવા મળી હતી.અમરેલી જિલ્લામાં 4,82,487 પુરૂષ મતદારો અને 3,85,134 મહિલાઓએ મતદાન કર્યુ હતું.

કાળઝાળ ગરમી અને રાજકિય પક્ષોનાં નેતા કાર્યકરોની ઓછી મહેનત સાથે મતદારોમાં નિરસતાના બીજો લોકસભાની ચૂંટણીમાં સમગ્ર રાજયમાં અમરેલી જિલ્લામાં ઓછુ મતદાન નોંધાયું છે. વહીવટી તંત્રની મતદાન માટેની જાગૃતિ અભિવાત છતા તેની મતદાતાઓ પર અસર પડી ન હતી.અમરેલી લોકસભા બેઠકમાં સૌથી વધુ ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં 47.43 ટકા અને સૌથી ઓછુ ધારી-બગસરા વિધાનસભા મત વિસ્તારમાં 46.08 ટકા નોંધાયું હતું.લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 14-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સવારે 7 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ અંદાજે 50.07 ટકા મતદાન નોંધાયું હતુ. 

94-ધારી વિધાનસભા મતદાર વિભાગમાં 1,15,840 પુરુષ મતદારો, 1,06,735 મહિલા મતદારો, અન્ય જાતિના 06 મતદારો સહિત 2,22,581 મતદારો નોંધાયા છે. આ પૈકી 58,550 પુરુષ (50.54 ટકા) 44,003 મહિલા (41.23 ટકા) અને અન્ય જાતિના 02 (33.33 ટકા) મતદારો સહિત 1,02,555 (46.08 ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.
95-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મતદાર વિભાગમાં 1,45,085 પુરુષ મતદારો, 1,36,781 મહિલા મતદારો, અન્ય જાતિના 03 મતદારો સહિત 2,81,869 મતદારો નોંધાયા છે. આ પૈકી 77,229 પુરુષ (53.23 ટકા), 61,001 મહિલા (44.60 ટકા) સહિત 1,38,230 (49.04 ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.  

-લાઠી-બાબરા વિધાનસભા મતદાર વિભાગમાં 1,17,247 પુરુષ મતદારો, 1,08,948 મહિલા મતદારો, અન્ય જાતિના 01 મતદાર સહિત 2,26,196 મતદારો નોંધાયા છે. આ પૈકી 62,345 પુરુષ (53.17 ટકા), 49,621 મહિલા (45.55 ટકા), 01 અન્ય મતદાર (100 ટકા) સહિત 1,11,967 (49.50 ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.

97-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતદાર વિભાગમાં 1,31,662 પુરુષ મતદારો, 1,21,377 મહિલા મતદારો અને અન્ય જાતિના 16 મતદારો સહિત 2,53,055 મતદારો નોંધાયા છે. આ પૈકી 66,992 પુરુષ (50.88 ટકા) 51,808 મહિલા (42.68 ટકા) અને અન્ય જાતિના 07 (43.75 ટકા) મતદારો સહિત 1,18,807 (46.95 ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.

98-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતદાર વિભાગમાં 1,42,728 પુરુષ મતદારો, 1,33,789 મહિલા મતદારો અને અન્ય જાતિના 00 મતદારો સહિત 2,76,517 મતદારો નોંધાયા છે. આ પૈકી 79,749 પુરુષ (55.87 ટકા), 65,655 મહિલા (49.07 ટકા) સહિત 1,45,404 (52.58 ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું. 

99-મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં 1,26,021 પુરુષ મતદારો, 1,19,821 મહિલા મતદારો, અન્ય 00 મતદારો સહિત 2,45,842 મતદારો નોંધાયા છે. આ પૈકી 78,210 (62.06 ટકા) પુરૂષ, 64,916 (54.18 ટકા) મહિલા સહિત 1,43, 126 (58.22 ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું. 

101-ગારિયાધાર વિધાનસભા મતદાર વિભાગમાં 1,17,083 પુરુષ મતદારો, 1,09,667 મહિલા મતદારો અને અન્ય 00 મતદારો સહિત 2,26,750 મતદારો નોંધાયા છે. આ પૈકી 59,412 પુરુષ (43.89 ટકા), 48,130 (43.89 ટકા) મહિલા સહિત 1,07,542 (47.43 ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.

14-અમરેલી લોકસભા મતવિસ્તારમાં અંદાજે મતદાન, 94-ધારી-બગસરા વિધાનસભા મતદાર વિભાગમાં 46.08 ટકા, 95-અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મતદાર વિભાગમાં 49.04 ટકા, 96-લાઠી-બાબરા  વિધાનસભા મતદાર વિભાગમાં 49.50 ટકા, 97-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતદાર વિભાગમાં 46.95 ટકા, 98-રાજુલા-જાફરાબાદા વિધાનસભા મતદાર વિભાગમાં 52.58 ટકા, 99-મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં 58.22 ટકા, 101-ગારિયાધાર વિધાનસભા મતદાર વિભાગમાં 47.43 ટકા મતદાન નોંધાયું હતું. 14-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 07 વિધાનસભા મતદાર વિભાગમાં 8,95,666 પુરુષ અને 8,37,118 મહિલા અને અન્ય જાતિના 26 મતદારો સહિત 17,32,810 મતદાતાઓ નોંધાયા છે. આ પૈકી 4,82,487 પુરુષ, 3,85,134 મહિલા અને અન્ય જાતિના 10 નાગરિકો સહિત 8,67,631 નાગરિકોએ મતદાન કર્યુ હતું. 

♦ અમરેલી જિલ્લામાં 27 દિવસ સુધી રાજકીય કાર્યકરો ગણિત માંડશે 

♦ભાજપ જીતશે કે કોંગ્રેસ? તે વિશેની અટકળો યથાવત

અમરેલી લોકસભા બેઠકનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે. અંદાજિત 50 ટકા જેટલું મતદાન થયું હોય અને અંદાજિત 9 લાખ જેટલા મતદારોએ કયાં પક્ષ તરફી મતદાન કર્યુ તે તો રામ જાણે. પરંતુ જિલ્લાનાં રાજકીય પક્ષોનાં કાર્યકરો હવે બુથ દીઠ મતદાનનાં આંકડા મેળવીને આગામી 27 દિવસ સુધી મત ગણતરી કર્યા કરશે.

અમરેલી જિલ્લો એ સમગ્ર રાજયનાં રાજકારણનું એપી સેન્ટર છે. જિલ્લામાં ઉદ્યોગોની કમી જોવા મળે છે અને રાજકારણ એ ઉદ્યોગ બન્યો હોય. પાલિકાથી લઈને પાર્લામેન્ટ સુધી કોઈપણ ચૂંટણી હોય જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવી જતો હોય છે અને રાજકીય કાર્યકરો જેમાં ભાજપ-કોંગ્રેસ તરફી કાર્યકરો ચર્ચા અને દલીલો કર્યા કરશે અને મીડિયા પ્રતિનિધિઓને પણ પુછપરછ શરૂ કરશે કેકયાં પક્ષને સફળતા મળશે અને કોને નિષ્ફળતા મળશે અને આગામી 4 જૂને મત ગણતરી હોય 27 દિવસ સુધી મત ગણતરી કર્યા કરશે. 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj