તાજેતરમાં વાડો-કાઈ કરાટે ડો એસોસિએશન દ્વારા ઓપન ગુજરાત કરાટે સ્પર્ધાનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાતમાંથી ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, સુરત, નવસારી, અમરેલી, આ બધા જ જીલ્લાઓમાંથી આશરે 650 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાંથી રાજકોટના પ્લાનેટ કરાટે એકેડેમીના 54 ખેલાડીઓએ કાતા અને ફાઈટમાં ભાગ લીધો હતો.
જેમાં ફાઈટમાં 23 ગોલ્ડ અને કાતામાં 25 ગોલ્ડ મેળવ્યા હતા. આ બધા જ વિદ્યાર્થીઓ છેલ્લા 2-3 વર્ષથી પ્લાનેટ કરાટે એકેડેમીના કરાટે કોચ સચિન આર. ચૌહાણ પાસે તાલીમ મેળવી રહ્યા છે. આ સિધ્ધી મેળવવા બદલ ગુજરાત વાડો-કાઈ કરાટે ડો એસોસિએશનના પ્રેસીડેન્ટ શિહાન પ્રવિણકુમાર ચૌહાણ અને સ્કુલ પ્રિન્સિપાલોએ અભિનંદન પાઠવ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy