જુનાગઢ લોકસભા બેઠકમાં 58.87 ટકા મતદાન નોંધાયું

Saurashtra, Lok Sabha Election 2024 | Junagadh | 08 May, 2024 | 02:12 PM
માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 53.86 ટકા મતદાન: સોમનાથ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ મતદાન
સાંજ સમાચાર

જુનાગઢ તા.8
 જુનાગઢ જીલ્લામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગઈકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતા લોકસભા બેઠકનું 58.87 ટકા અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 53.86 ટકા મતદાન નોંધાયું હતું.

 જુનાગઢ લોકસભા બેઠકમાં પુરૂષ મતદારોની સરખામણીએ મહિલા મતદારોનું ઓછું મતદાન નોંધાયું હતું. લોકસભા બેઠકમાં જુનાગઢ 54.50 ટકા, વિસાવદર 46.58 ટકા, માંગરોળ 62.90, સોમનાથ 70.16, તાલાલા 60.07, કોડીનાર 60.71 અને ઉના 58.17 ટકા મળી કુલ મતદાન 58.87 ટકા નોંધાયું હતું.

 મતદાનમાં 5,74,530 પુરૂષ અને 4,82,264 મહિલા અને 9 અન્ય મતદારો મળી કુલ 10,56,803 મતદારોએ મતદાન કર્યું હતું.

 જુનાગઢ લોકસભા બેઠકમાં સૌથી વધુ સોમનાથ મત વિસ્તારમાં 70.16 અને સૌથી ઓછી વિસાવદર મત વિસ્તારમાં 46.58 ટકા મતદાન નોંધાયું હતું. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 53.86 ટકા મતદાન નોંધાયું હતું. 77014 પુરૂષ અને 57456 મહિલા અને 1 મળી કુલ 134471 મતદારોએ મતદાન કર્યું હતું. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગત વર્ષની સરખામણીમાં 1.68 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

 લોકસભાની સામાન્ય ચૂંટણીના મતદાનમાં કુલ 17.95 લાખ મતદારો પૈકી 10.56 લાખ મતદારોએ જુનાગઢ જીલ્લામાં 58.87 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં પુરૂષોએ 62.56 ટકા અને સ્ત્રીઓમાં 55.01 ટકાએ મતદાન કર્યું હતું. 2019ની સ્થિતિએ 2024માં મહિલાઓએ ઓછું મતદાન 1.68 ટકા થવા પામ્યું છે. વહીવટી તંત્ર ચૂંટણી પંચના અથાક પ્રયાસો મતદાન જાગૃતી માટે ઠેર ઠેર સેવાકીય સંસ્થાઓ કોલેજો શાળાઓમાં મહેંદી મુકવાના આયોજન કરવામાં આવેલ હતા. મનપા દ્વારા આંગણવાડીઓમાં સિંહના મોરા પહેરી મતદાન જાગૃતીના સંદેશ પાઠવ્યા હતા.

મહિલાઓ વધુ મતદાન કરે તેવા પ્રયાસો કરવા છતા મહિલાઓએ ઓછું મતદાન કયુર્ં હતું. એકંદરે 1.68 ટકાનો ઘટાડો નોંધાયો છે ભારે આકરા તાપનું કારણ પણ હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે. 

સવારે 7થી મતદાન શરૂ થયું તે એટલે બે કલાકમાં માત્ર 2.54 ટકા શરેરાશ મતો પડયા હતા. બીજા બે કલાકમાં માત્ર 18 ટકા મતદાન થયું હતું. તેની સામે પુરૂષોમાં 25.39 ટકા મતદાન થયું હતું. બપોર બાદ સાંજના 5 સુધીમાં મહિલા મતદાન માટે તેઓ તાપમાં નહી નીકલતા માત્ર 55.01 ટકા જ મતદાન થયું હતું.

 ચૂંટણીમાં કુલ 876683 સ્ત્રી મતદારો પૈકી 48,2264 સ્ત્રીઓએ મતદાન કર્યું હતું.

જીલ્લામાં વીવીપેટ: જુનાગઢમાં મોકપોલ દરમ્યાન કુલ 11 બીયુ 26 સીયુ 33 વીવીપેટ બગડતા બદલવા પડયા હતા જયારે મતદાન દરમ્યાન 2 બીયુ 2 સીયુ અને 10 વીવીપેટ બદલવા પડયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj