હડમતાળા જી.આઈ.ડી.સી.ના પેન્ટાગોન કારખાનાના થયેલ મર્ડર કેસમાં 6 આરોપીનો નિર્દોષ છુટકારો

Crime | Rajkot | 27 April, 2024 | 11:54 AM
કારખાનાની કેન્ટીનમાં નોકરી કરતા શંકર રામને ચોરીની શંકાએ પાઈપ અને ઢીકાપાટુનો માર મારતા તેનું મૃત્યુ થયા અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી
સાંજ સમાચાર

રાજકોટ, તા.27
ગોંડલ નેશનલ હાઈવે પર ભુણાવા પાસે આવેલ પેન્ટાગોન ફોર્જિંગ કારખાનાના કેન્ટીન વિભાગમાં નોકરી કરતા ગુજરનાર શંકરે ઓફિસમાં ચોરી કરવા પ્રયાસ કરતા કારખાના માલીક સહિતનાએ ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપથી માર મારતા મુત્યુ નિપજતા તે ખુનના ગુન્હામાં ધરપકડ પામેલ છ આરોપીઓને ગોંડલના એડી. સેસન્સ ન્યાયાધીશે નિર્દોષ ઠરાવી મુકવા હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગત મુજબ, શંકર રામ કે જે રાતે કારખાનાની ઓફિસમાં આટા મારતો સી.સી.ટી.વી. કેમેરામાં જોવામાં આવેલો. તેણે ચોરી કરેલની શંકા જતા આરોપીઓએ રસોડામાંથી શંકરને બહાર લાવી ગ્રાઉન્ડમાં ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપથી માર મારતા શંકરના ગામના જ લક્ષ્મણસિંહએ તેના ગામના અન્ય કારખાનામાં કામ કરતા વ્યકિતી બોલાવતા તેઓ આવી બાઇકમાં શંકરને બેસાડી લઈ ગયેલ બાદ સાંજના શંકરની લાશ મળતા આરોપીઓ રવિ કાલરીયા, શૈલેષ ફૌજી, અક્ષય ઉર્ફે ભાણો, વિનોદભાઈ, અશોકભાઈ રૈયાણી, આશિષભાઈ ટીલવા સામે આડેધડ માર મારી ગંભીર મોરણોતર ઈજા કરી જાનથી મારી નાખી હત્યા કરી નાખી બનાવ ના સી.સી.ટી.વી. કેમેરા નું રેકોર્ડીંગ કાઢી નાખી પુરાવાનો નાશ કરવા સંબંધે તે જ કારખાનામાં કામ કરી રહેલ લક્ષ્મણસિંહ મોહનસિંહ ચૌહાણએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી.

કેસ ચાલતા સરકાર પક્ષે 11 મૌખીક પુરાવો તથા 32 દસ્તાવેજી પુરાવો રજુ કરી આરોપીઓને સજા કરવા રજુઆતો કરવામા આવેલ. આરોપીના એડવોકેટ સુરેશ ફળદુ તથા પરેશ રાવલે દલીલ કરેલી કે, ફરીયાદી, સાહેદો, પંચોના પુરાવામાં ની:સંગતતા છે એફ.એસ.એલ.માંથી પરીક્ષણ થઈ આવેલ સી.સી.ટી.વી. ફુટેજમા માર મારતા હોવાનું રીડ્રાઈવમાં આવેલ નથી. પી.એમ. કરનાર ડોકટરને પુરાવામાં 10 ઈજાઓ પૈકી 3 તાજી અને 7 ઈજાઓ 3 દીવસ પહેલાની હતી જે 7 ઈજાઓનો ખુલાસો રેકર્ડ પર આવેલ નથી.

બંને પક્ષે કરવામા આવેલ દલીલો તથા રેકર્ડપર નો પુરાવો લક્ષે લેતા ગોંડલના એડી. સેસન્સ જજે તમામ 6 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.  કેસમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, તથા પરેશ રાવલ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર તથા મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj