રાજકોટ,તા.6
પ્લાસ્ટીક યુઝ પર મનપા દ્વારા પ્રતિબંધ મુંકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પ્લાસ્ટીક જપ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે આજરોજ મનપા દ્વારા ત્રણેય ઝોનમાંથી 152 આસામીઓ પાસેથી 7.8 કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ ગંદકી કરતા આસામી પાસેથી રૂ।4234નો દંડ વસુલવામાં આવ્યો છે.તા.4 અને 5નાં રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં સેન્ટ્રલ ઝોનના મુખ્ય માર્ગો પર કાર્યવાહી કરતા 51 આસામીઓ પાસેથી 2.1 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂ।150નો દંડ ફુટ કારવામાં આવ્યો છે.વેસ્ટઝોન વિસ્તારમાં 72 આસામીઓ પાસેથી 4.5 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂ।7650નો દંડ ફુટકાર્યો અને ઈસ્ટઝોનમાંથી 29 આસામીઓ સામે કાર્યવાહી કરી રૂ।434નો દંડ ફટકાર્યો હતો.આમ કુલ રૂ।4234 રીતે ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy