જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારવાના ગુનામાં 7 આરોપીઓ જામીન પર મુક્ત

Crime | Rajkot | 08 May, 2024 | 04:27 PM
ફરિયાદી તથા આરોપીને ચાલુ વાહને હોર્ન વગાડવા બાબતે માથાકૂટ થઈ હતી, પછી ઓફિસમાં લઈ જઈ માર માર્યાનો આક્ષેપ થયો હતો
સાંજ સમાચાર

રાજકોટ, તા.8
જાતી પ્રત્યે અપમાનિત કરી લાકડાના ધોકા વડે માર મારવાના ગુનાના આરોપસર પકડાયેલ, જેલમાં રહેલ આરોપી ઉદય અનક જળુ, કિશન હિતેષ ચૌહાણ, સ્મિત મુકેશ ઝીંઝુવાડિયા, શુભમ મહેશ સિદ્ધપુરા, બ્રિજેશ શૈલેષ ધાધલ, હાર્દિક રાજેશ પરમાર તથા યશરાજ શિવરાજ માંજરીયાએ જામીન અરજી કરતા સ્પે. કોર્ટ દ્વારા આરોપીઓને 15-15 હજારના જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, હિમાંશુ મુકેશભાઈ મુલીયાનાઓએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ અને ફરિયાદની હકીકતમાં જણાવેલ કે, ફરિયાદી તથા આરોપીને ચાલુ વાહને હોર્ન વગાડવા બાબતે પ્રથમ 3 સવારીમાં રહેલ મોટરસાયકલવાળા સાથે ઝઘડો તથા બોલાચાલી થયેલ બાદ પાછળથી આવેલ ફોર-વ્હીલમાં 2 આરોપીએ સાથે મળી ફરિયાદી તથા સાહેદને ઉદય ક્ધસલ્ટન્ટ નામની ઓફિસમાં લઈ જઈ ફરિયાદી તથા સાહેદ અનિલભાઈ વઢેર તથા શૈલેષભાઈ વાઢેરને જાતિ બાબતે પુછી તમામ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને લાકડાના ધોકા વડે હાથે, પગે તથા શરીરે ઈજાઓ કરેલ અને ફરિયાદીનો મોબાઈલ તોડી નાખેલ અને ગન જેવું હથિયાર બતાવી પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપેલ તે મતલબની ફરિયાદ કરેલ હતી. જેમાં 7 આરોપીઓની ધરપકડ થઈ હતી.

જેલ હવાલે રહેલા આરોપીઓએ જામીન અરજી કરતા બચાવપક્ષના વકીલે એવી રજૂઆત કરેલ કે, પ્રથમ દર્શનીય રીતે એટ્રોસીટી એક્ટના કાયદાની જોગવાઈઓ મુજબ કોઈ તત્વો ફલિત થતા નથી, સામાન્ય બનાવને ગંભીર સ્વરૂપ આપવામાં આવેલ છે. દલીલોને ધ્યાનમાં લઈ સ્પે. કોર્ટ દ્વારા તમામ આરોપીઓને રૂ.15-15 હજારના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કેસમાં સાતેય આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરિયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ તથા આસીસ્ટન્ટ તરીકે રવિરાજભાઈ વાળા રોકાયેલા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj