જુનાગઢ તા.16
ભીંડોરા ગામે લગ્નમાં જવાના મામલે 7 શખ્સોએ કુહાડી લોખંડના પાઈપ લાકડીઓ વડે હુમલો કરી હાથ ભાંગી નાખી માથુ ફાડી નાખતા ખભ્ભા અને માથામાં ટાંકા આવ્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ માણાવદર પોલીસમાં નોંધાઈ છે.
ફરીયાદી અજાયબેન રૂખડભાઈ કારાભાઈ હરણ (ઉ.50)ના દિકરા રાજુના લગ્ન એક વર્ષ પહેલા થયેલ હોય તેમાં આરોપીઓ પુના ભીખન હરણ વિજય પુના હરણ સંજય પુના હરણ ભગુ નારણ હરણ, રાજા નારણ હરણ, રામા ભીખન અને દેવલા રામા આવેલ ન હોય બાદ એક માસ બાદ પુના ભીખન હરણના દિકરા દીકરીના લગ્ન થયેલ તેમાં અજાયબેનના ઘરના લગ્નમાં ન જતા જે મનદુ:ખમાં આરોપી પુના ભીખાએ મારખીભાઈને ગાળો કાઢેલ.
જેથી મારખીભાઈ ઘરે જતા રહેલ જયાં ઉપરોકત સાતેય આરોપીઓ અજાયબેનના ઘરે આવી કુહાડી વડે માથામાં હુમલો કરી રાજુભાઈનું માથુ ફાડી નાખ્યું હતું. ખભામાં કુહાડી મારી હાથ ભાંગી નાખ્યો હતો અન્ય આરોપીઓએ પાઈપ લાકડીઓ વડે આડેધડ માર મારતા માથામાં ખભ્ભામાં ટાંકા આવ્યા હતા. હાથ ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ માણાવદરમાં નોંધાઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy