રાજકોટ શહેરમાં 48 કલાકમાં હિટવેવ અસરગ્રસ્ત 72 લોકોને સારવાર અપાઇ

Local | Rajkot | 18 April, 2024 | 04:36 PM
ગરમી-લૂંથી બચવા આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 18
 

હાલ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે રાજકોટના આરોગ્ય વિભાગે લોકોને સાવધાની રાખવા અપીલ સાથે માર્ગદર્શિકા જારી કરી છે. આ સાથે છેલ્લા 48 કલાકમાં ગરમી-લુના કારણે 72 લોકોને આરોગ્ય સંબંધી તકલીફો જોવા મળી હતી. જે તમામનેન તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. 
ગરમી તથા લૂના કારણે રાજકોટમાં 16મી એપ્રિલે કુલ મળીને 48 લોકોને પેટમાં દુખાવો, વોમિટિંગ, ડાયેરિયા, હાઈ ફીવર સહિતની અસરો થતાં તેમને તાત્કાલિક સારવાર અપાઈ હતી. જ્યારે 17મી એપ્રિલે 24 લોકોને ગરમીથી તબિયત ખરાબ થતાં જરૂરી તમામ સારવાર અપાઈ હતી. 
રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેની સૂચના મુજબ, રાજકોટના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. સિંઘ તથા ઈન્ચાર્જ એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. ગૌરાંગ ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા હિટવેવ સામે સાવધાની માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. જેમાં સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ કરીને લોકોને સાવધાની રાખવા અપીલ કરાય છે. આ ઉપરાંત હાઈવે પર વિવિધ સ્થળે મોટા હોર્ડિંગ્સ લગાવાયા છે, જેમાં આકરી ગરમી-લૂ સામે શું સાવધાની રાખવી તેની માહિતી આપવામાં આવી છે. 

આ સાથે આઈ.ડી.પી.એસ.- આરોગ્ય શાખા દ્વારા ગરમી-લૂ સામે સાવધાની રાખવા અપીલ સાથે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના કેસો ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત બીમાર દર્દીઓ, શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. આથી તેની સામે સાવધાની રાખવી જરૂરી છે. 
લુ લાગવાના લક્ષણો
 

શરીર અને માથાનો દુ:ખાવો થવો-શરીરનું તાપમાન વધી જવું-ખૂબ જ તરસ લાગવી-ગરમ, લાલાશ અને શુષ્ક ત્વચા-ઉલ્ટી, ઉબકા થવા-આંખે અંધારા આવવા, ચક્કર આવવા-શ્વાશોશ્વાશ અને હૃદયના ધબકારા વધી જવા- અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી, બેભાન થઈ જવું.
 

લુ લાગવાથી બચવાના ઉપાયો
ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું-આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા-ટોપી,ચશ્માં છત્રીનો ઉપયોગ કરવો-ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું-સીધા સૂર્ય પ્રકાશથી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું-દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ સરબત, નાળીયેરનું પાણી, ઓ.આર.એસ.વગેરે પીવા-નાના બાળકો, સગર્ભા માતા,વૃધ્ધો અને અશકત-બીમાર વ્યક્તિઓ એ તડકામાં વિશેષ કાળજી રાખવી-ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહિ-સામાજિક પ્રસંગે દૂધ માવામાં બનાવેલ ખાદ્યપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહેલ હોય તે ખાવા નહિ-ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું-ચા-કોફી-તમાકુ-સિગરેટ, દારૂના સેવનથી લુ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj