રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં પ્રથમ બે કલાકમાં 9.77% મતદાન

Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 07 May, 2024 | 12:02 PM
♦ 2236 મતદાન બુથો પર શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ : ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કરતા મતદારો : સંવેદનશીલ બુથો પર વિશેષ બંદોબસ્ત
સાંજ સમાચાર

♦ રાજકોટ લોકસભા મત વિસ્તારમાં મોકપોલ સમયે 22 CU, 3 BU અને 21 વીવીપેટ બદલવા પડયા

રાજકોટ, તા. 7
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં આજે સવારના સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. મતદાન માટે સવારથી જ મતદારોએ થનગનાટ સાથે ઉત્સાહ બતાવેલ હતો. 

જેના પ્રથમ બે કલાક એટલે કે સવારના 7 થી 9 કલાક સુધીમાં 9.77 ટકા જેટલું મતદાન થવા પામેલ છે. જેમાં 72-જસદણમાં 9.58 ટકા, રાજકોટ ઇસ્ટ-68માં 8.36 ટકા, રાજકોટ રૂરલ-71માં 9.51 ટકા, રાજકોટ સાઉથ-70માં 9.20 ટકા, રાજકોટ વેસ્ટ-69માં 8.87 ટકા, ટંકારા-66માં 11.65 ટકા તેમજ વાંકાનેર-67માં 11.78 ટકા મતદાન પ્રથમ બે કલાકમાં થવા પામેલ છે. 

રાજકોટ શહેર વિસ્તારમાં સવારથી મતદાનનો ધીમો પણ મકકમ પ્રારંભ થયો હતો. નગરજનો નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ચુસ્ત અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.  જેમાં સંવેદનશીલ મતદાન મથકો પર અર્ધ લશ્કરી દળો તૈનાત કરી સજજડ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 

રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં કુલ 21,12,273 મતદારો નોંધાયા છે. જેમાં 10,93,626 પુરૂષ મતદારો, 1018611 સ્ત્રી મતદારો અને 36 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.  રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના 2236 જેટલા મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ ધપી રહી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj