રાજકોટ, તા.24
માંડાડુંગર વિસ્તારમાં વીજ કરંટથી 12 વર્ષનો બાળક દાઝી ગયો હતો. મિત્ર સાથે ધાબા પર રમતો હતો ત્યારે વીજ પોલની સર્વિસ લાઈન અડકી જતા બનાવ બન્યો હતો. તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ દિપક મહેશભાઈ જાદવ (ઉ.વ.12, રહે. પીઠડાઈ સોસા. શેરી નં.1, માંડાડુંગર) આજે સવારે દસેક વાગ્યા આસપાસ તેના મિત્રના ઘરે મેળી પર હતો ત્યારે ત્યાં રમતા રમતા વીજ વાયરને અડકી જતા તેને કરંટ લાગ્યો હતો. તે દાઝી જતા દેકારો થતા લોકો દોડી આવ્યા હતા. 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરિવારજનોએ કહ્યું કે, દિપક છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. આજે તેનું સામાજિક વિજ્ઞાનનું પેપર હતું. જેથી મિત્રને બોલાવવા તેના ઘરે ગયો હતો. પણ ત્યાં મિત્ર જોડે પકડાપટ્ટી રમવા લાગતા વીજ થાંભલાના વાયરને અડી ગયો હતો. દિપક 3 ભાઈમાં મોટો છે. તેના પિતા મજૂરી કરે છે. હાલ દિપક સારવાર હેઠળ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy