રાજકોટની ઝનાના હોસ્પિટલમાં 17 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યો

Crime | Rajkot | 26 April, 2024 | 04:26 PM
♦ ઓક્ટોબર 2023માં આરોપી જીતેન્દ્ર પાસવાન સગીરાનું અપહરણ કરી ગયો’તો, આરોપી ઝડપાયો ત્યારે જ સગીરા ગર્ભવતી હતી
સાંજ સમાચાર

♦ આરોપી પાસેથી મુક્ત કરાયા બાદ સગીરાને બાલાશ્રમમાં રખાઈ હતી, જ્યાં પ્રસુતિની પીડા ઉપડતા ગત રોજ કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો

રાજકોટ, તા.26
રાજકોટની ઝનાના હોસ્પિટલમાં 17 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. ઓક્ટોબર 2023માં આરોપી જીતેન્દ્ર પાસવાન સગીરાનું અપહરણ કરી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ઝડપાયો ત્યારે જ સગીરા ગર્ભવતી હતી. આરોપી પાસેથી મુક્ત કરાયા બાદ સગીરાને કાઠિયાવાડ બાલાશ્રમમાં રખાઈ હતી. જ્યાં પ્રસુતિની પીડા ઉપડતા ગત રોજ કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો.

આ કેસની વિગત મુજબ, 17 વર્ષીય સગીરાના પિતાએ તા.6/10/2023ના રોજ એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તે બામણબોર જી.આઈ.ડી.સી.ની એક કંપનીમાં ડ્રાઇવીંગ કામ કરે છે. મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના છે અને હાલ રામપરા બેટી ગામ નજીકના વિસ્તારમાં આવેલી એક કમ્પનીની બાજુમાં ઓરડીમાં ભાડે રહે છે.

તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક પુત્રી 16 થી 17 વર્ષની છે. બે પુત્ર છે. જેમા મોટો 10 વર્ષનો અને નાનો 7 વર્ષનો છે. મારી પત્ની તથા મારી પુત્રી પાંચ વર્ષ થી બામણબોર જી.આઈ.ડી.સી.માં મજુરી કામ કરતા હતા. ગઈ તા.6/10/2023ના સવારના હું પરિવારના સભ્યો સાથે ઓરડીમાં સૂતો હતો. વેહલી સ વારે ત્રણેક વાગ્યાના અરસામાં હું તથા મારા પત્ની જાગેલ જોયું તો પુત્રી ઓરડીમાં જોવા મળેલ નહી. તેને શોધી પણ મળી નહીં.

મારા પત્નીએ જણાવેલ કે, આપણી પુત્રી જીતેન્દ્રકુમાર પાસવાન નામના શખ્સ સાથે ઘણી વખત ફોન પર વાતો કરતી હતી. તેને જીતેન્દ્રએ એક ફોન પણ આપેલ હતો. જેથી આ જીતેન્દ્રકુમાર લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે અમારા કાયદેસરના વાલીપણામાંથી સગીર દીકરીને અપહરણ કરી લઇ ગયેલ હોઇ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ હાથ ધરતા લાંબા સમય બાદ આરોપી જીતેન્દ્ર સાથે સગીરા પણ મળી આવી હતી. સગીરા મળી ત્યારે જ ગર્ભવતી હતી. જેથી કોર્ટના હુકમથી તેને કાઠિયાવાડ બાલાશ્રમમાં રહેવા મોકલી અપાઈ હતી. ગતરોજ સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતા સિવિલની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકને જન્મ આપ્યો હતો.

બનાવની જાણ હોસ્પિટલ સ્ટાફે પોલીસમાં કરતા એરપોર્ટ પોલીસ પીઆઈ જે.એસ. ગામીતના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ પંડિત સહિતનો સ્ટાફ દોડી આવેલો અને જરૂરી કાર્યવાહી કરી હતી. ઝનાના હોસ્પિટલના તબીબી સૂત્રોએ જણાવ્યું કે, સગીર માતા અને તેને જન્મેલું સંતાન બંનેની તબિયત હાલ સ્થિર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj