રાજકોટ, તા.19
ધ્રોલ તાલુકાના તમાચણ ગામે વરુ પરિવાર દ્વારા મેલડી માતાજીનો ર4 કલાકનો નવરંગ માંડવોનું તા. 19-04ને શુક્રવારના ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી મેલડી માતાજીના મંદિર સ્થળે આયોજિત નવરંગ માંડવોના શુભ મંગલ ધાર્મિક પ્રસંગમાં તા. 19 ને શુક્રવારના રોજ સવારે 7:00 કલાકે થાંભલી રોપણ, બપોરે 11:30 કલાકે તેમજ સાંજે 7 કલાકે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તા. 20-04-2024 ને શનિવારના રોજ સવારે 7:00 કલાકે થાંભલી વધાવાવામાં આવશે. નવરંગ માંડવામાં તમાચણ શ્રી મેલડી માતાજીના ભુવા બાવાભાઈ વિહાભાઈ ઝાપડા અને ધ્રોલ મઢના શ્રી સિંધોઈ માતાજી તથા ખોડીયાર માતાજીના ભુવા રાજાભાઈ વિસ્મભાઈ વરુ અને વરુ કુટુંબના ભુવાઓ અને પંચના ભુવાઓ કેરાળા ગામના રાવળદેવ અનિલભાઈના ડાકલાંના સંગાથે માતાજીની આરાધના કરશે. આ શુભ પ્રસંગે ધ્રોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. લીંબાભાઈ હકુભાઈ વરૂ, મચ્છાભાઈ લીંબાભાઈ વરૂ, સિંધાભાઈ લીંબાભાઈ વરૂ, લાખાભાઈ લીંબાભાઈ વરૂ, રવિભાઈ લીંબાભાઈ વરૂ પરિવાર દ્વારા માતાજીનાં દર્શન કરવા તેમજ પ્રસાદ લેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ધ્રોલના ભરવાડ સમાજના સૌ આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy