રાજકોટ તા.19
સુરતમાં રાજસ્થાન જૈન સેવા સમીતી દ્વારા તા.21મીના રવિવારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે જૈન કોન્સર્ટ પ્રભુ વીરોત્સવ’નું ભવ્યાતીત આયોજન કરવામાં આવેલ છે.તા.21મીના રવિવારે સાંજે 7 વાગ્યે ક્ષત્રિયકુંડ નગરી, ભગવાન મહાવીર સ્પોર્ટસ ગ્રાઉન્ડ, વીઆઈપી રોડ, વેસુ, સુરત ખાતે યોજાનાર ‘પ્રભુ વીરોત્સવ’માં કલાશ્રી ગ્રુપ દ્વારા નૃત્યની વિશેષ પ્રસ્તુતી તથા હિટ નીવડેલી ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ના કલાકારોની ટીમની વિશેષ ઉપસ્થિતી રહેશે. કાર્યક્રમમાં ગાયક રીષભ સંભવ જૈન ગીતોની પ્રસ્તુતી કરશે તથા કાર્યક્રમનું સંચાલન મિલન મહેતા કરશે.ઉપરોકત કાર્યક્રમના મુખ્ય લાભાર્થી નાથીદેવી દીપચંદજી તાતેડ પરિવાર છે તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy