ખંઢેરી પાસે રોડ ક્રોસ કરતાં રાજસ્થાની યુવકનું કારની ઠોકરે કમકમાટીભર્યું મોત

Local | Rajkot | 06 May, 2024 | 11:35 AM
રાજસ્થાનથી મજુરી કામ અર્થે આવેલા મુકેશભાઈ ભગોરા બસમાંથી ઉતરી હોટલે જમવા જવા રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે કાળમુખી કાર ત્રાટકી: પડધરી પોલીસ દોડી ગઈ:બનાવ અંગે પરીવારને જાણ કરાઈ
સાંજ સમાચાર

રાજકોટ,તા.6
ખંઢેરી સ્ટેડીયમ નજીક રાજસ્થાનથી આવેલો યુવક બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલ કારના ચાલકે હડફેટે લેતાં, યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.બનાવની જાણ થતાં પડધરી પોલીસ દોડી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ, રાજસ્થાનમાં રહેતાં મુકેશભાઈ કબવાજીભાઈ ભગોર (ઉ.વ.40) ગઈ કાલે પોતાના વતનથી રાજકોટ આવવા નિકળ્યા હતાં.

તેઓ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ખંઢેરી સ્ટેડીયમ નજીક બસમાંથી ઉતરી રોડની સામે આવેલ હોટલે જમવા માટે  જવા રોડ ક્રોસ કરતાં હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલ અજાણ્યા કારના ચાલકે હડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતો.જેમાં તેઓને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.બનાવ સ્થળે એકઠા થયેલ લોકોએ ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબોએ તપાસી તેમને મૃત જાહેર કર્યો હતો.

બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસ દોડી આવી હતી. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધવા તજવિજ હાથ ધરી હતી. વધુમાં મળેલ વિગત અનુસાર, મૃતકના સંબંધી ખેઢેરીમાં ખેતમંજુરી કરતો હોય જેથી તે પણ તેમના સંબંધી સાથે કામ કરવા પહોંચે તે પહેલાં જ મોતને ભેંટયો હતો.બનાવ અંગે પોલીસે મૃતકના રાજસ્થાન રહેતાં પરીવારને જાણ કરવા તજવિજ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj