છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકથી અકાળે થતા મોતના પગલે ગાઈડલાઈન

હાર્ટએટેકના ખતરાથી બચવા બેડ કોલેસ્ટ્રોલ 130 નહિં 100 થી ઓછું જરૂરી

India | 05 July, 2024 | 11:22 AM
હાર્ટની બિમારીની સાથે રિસ્ક ફેકટર છે તો કોલેસ્ટ્રોલ 55 થી નીચે હોવા જોઈએ: લોકોની જરૂરિયાત મુજબ કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ જાહેર કરી ગાઈડલાઈન: લાઈફ સ્ટાઈલમાં ફેરફાર, નિયમીત એકસરસાઈઝ હાર્ટએટેકથી બચાવે
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.5
 કાર્ડીયોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડીયાનું કહેવુ છેકે નોર્મલ લોકોએ એલડીએલ કોલેસ્ટ્રોલનાં સ્તરને 130 નહીં 100 થી નીચે રાખવુ પડશે.ત્યારે હાર્ટની બિમારીથી બચી શકાશે પણ જેમને પહેલાથી જ હાર્ટની બિમારી છે બ્લોકેજ છે. તેમણે એલડીએલ લેવલ 55 મીલીગ્રામ/ડીએલથી નીચે રાખવુ પડશે.

લિપિડ ગાઈડ લાઈન્સનાં પ્રેસીડેન્ટ અને ગંગારામમાં કાર્ડીયોલોજી વિભાગનાં પ્રમુખ ડો.જે.પી.એસ.સાહનીએ જણાવ્યું હતું કે સામાન્ય વસ્તીમાં જેમની સાથે રિસ્ક ફેકટર નથી આવતું, તેમણે એલડીએલજી સ્તર 100 મિલીગ્રામ/ડીએલથી નીચે અને નોન એચડીએલસીનું લેવલ રાખવુ જોઈએ જે લોકો ખૂબ જ હાઈ રીસ્કમાં આવે છે.

જેમને હાર્ટ એટેક આવી ચૂકયો છે ક્રોનિક કિડનીની બીમારી છે તેના માટે ગાઈડ લાઈન પણ સખ્ત છે. આવા દર્દીઓએ એલડીએલસી 55 થી નીચે અને નોન એચડીએલનું લેવલ 85 સુધીનો ટાર્ગેટ રાખવો જોઈએ 

હાઈપર કોલેસ્ટ્રોલેમીયા:
આનું કારણ જેનેરીક (વારસાગત) હોઈ શકે છે આવા લોકોએ 18 વર્ષની ઉંમરે લિપિડ પ્રોફાઈલની તપાસ કરાવવી જોઈએ. જો અનકન્ટ્રોલ્ડ હોય તો એ સમયથી જ તેના પર ધ્યાન આપવુ જોઈએ. આવા લોકોએ એકવાર લિયો પ્રોટીન (એ)ની તપાસ કરાવવી જોઈએ અને તેનું સ્તર 50 થી નીચે હોવુ જોઈએ.

હાર્ટએટેકનું શું કારણ અને તેનાથી બચવાનો ઉપાય:
હાર્ટ એટેકના 5 રિસ્ક ફેકટરમાં બીપી, ડાયાબીટીસ, હાઈ કોલેટ્રોલ, સ્મોકીંગ, કમર પાસે ‘સ્થુળતા’ એટલે કે સેન્ટ્રલ ઓબેસીટી હોવુ સામેલ છે. હવે સવાલ છે કે કેવી રીતે કાળજી રાખવી. એમ્સનાં ડો.એસ.રામાકૃષ્ણને કહ્યું હતું કે લાઈફ સ્ટાઈલમાં ફેરફાર અને નિયમીત કસરત કરવી જોઈએ.

ખાંડ અને કાર્બોહાઈડે્રટનું સેવન ઓછુ કરવુ જોઈએ, આ ગાઈડ લાઈનની જરૂર કેમ પડી:
ડો.સાહનીએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન કન્ટ્રીઝની તુલનામાં દેશમાં હાર્ટ એટેક 10 વર્ષ પહેલા જોવા મળે છે 50 ટકા હાર્ટ એટેક વાળાની ઉંમર 50 વર્ષથી નીચે છે અને 15 થી 20 ટકાની ઉંમર 40 ટકાથી નીચે છે. તાજેતરમાં આઈસીએમઆરે એક લાખ ત્રણ હજાર લોકો પર સ્ટડી કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે 11.5 ટકાને ડાયાબીટીસ 35 ટકાને હાઈ બીપી અને 81 ટકાને લિપીડ પ્રોફાઈલમાં ગરબડ છે. એટલે આ જરૂરત પડી.

સાયલન્ટ કિલર છે ડિસ્લપિડેમિયા:
ડો.અશ્વીની મહેતાએ કહ્યું હતું કે જયારે લિપિડ પ્રોફાઈલમાં ગરબડ થઈ જાય એટલે કે કોલેસ્ટ્રોલ, ચરમી, ટ્રાઈગ્લીસ રાઈડસ અને કન્ટ્રોલ થઈ જાય તો તેને ડિસ્લિપિડેમિયા કહેવાય છે ભારતમાં 50 ટકા હાર્ટ એટેકનું કારણ આ છે. હાઈ બીપી અને ડાયાબિટીસથી અલગ ડિસ્લિપિડેમિયા સાઈલન્ટ કિલર છે.

કયારે, કેટલુ છે રિસ્ક ફેકટર:
લો રિસ્ક: જો કોઈને હાર્ટ સંબંધીત કોઈ રિસ્ક ફેકટર નથી 
હાઈ રીસ્ક: એકથી વધુ રિસ્કની સાથે ડાયાબીટીસ કે હાઈ બ્લડ પ્રેસર કે ક્રોનિક કિડની બિમારી અને કોઈ રિસ્ક વિના ફેમિલી હાઈપર કોલેસ્ટ્રોલેમિયા છે.
ખૂબ જ હાઈરીસ્ક: હાર્ટ એટેક આવી ચુકયો હોય, હાર્ટની નસોમાં રૂકાવટ હોય, ડાયાબીટીસ હોય અને લોહીની નળીમાં રૂકાવટની સાથે ફેમિલ હાઈપર કોલેસ્ટ્રોલેમિયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj