જુનાગઢના ડુંગરપુર નજીક કાર હડફેટે બાઈક ચાલકનું મોત

Local | Junagadh | 25 April, 2024 | 12:33 PM
જુનાગઢ ધોળા દિવસે રીક્ષા અને ટ્રકમાંથી બેટરીની ચોરી: ફરિયાદ
સાંજ સમાચાર

જુનાગઢ તા.25
 જુનાગઢ ડુંગરપુર ગામ નજીક મોડી રાત્રીના સાઈકલ પર જતા શખ્સને કાર ચાલકે હડફેટે લઈ લેતા સાઈકલ સવારનું મોત નોંધાતા મૃતકના સાળાએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
 

જુનાગઢ પાતાપુર ગામે શારદાનગરમાં રહેતા ફરીયાદી યાહયાખાન અબ્દુલખાન લાસાણી (ઉ.52)ના બનેવી જાવેદખાન અબ્દુલખાન ગોપાંગ (ઉ.46) પોતાની સાઈકલમાં રાત્રીના 2-30 કલાકે ડુંગરપુર રોયલ્ટી પાસે વેલનાથ પાનની દુકાન સામેથી તેના ઘરે જતા હતા ત્યારે જુનાગઢ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ ફોરવીલ કાર નં. જીજે 03 જેએલ 2677ના ચાલકે સાઈકલ સવાર જાવેદખાન અબ્દુલખાનને હડફેટે લઈ તેમના માથામાં ગંભીર ઈજા થતા 108માં જુનાગઢ સરકારી હોસ્પીટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જે અંગેની ફરીયાદ મૃતકના સાળા યાહયાખાન અબ્દુલખાન લાસાણી રે. પાતાપુર વાળાએ તાલુકા પોલીસમાં નોંધાવતા પીએસઆઈ જે.ડી. દેસાઈએ તપાસ હાથ ધરી છે.
 

બેટરીની ચોરી
 જુનાગઢ સુરજ ફનવર્ડ સામે રોડ પર રાખેલી પીયાગો રીક્ષા નં. જીજે 23 એકસ 8870માંથી 6200ની બેટરી તથા સાહેદ હુસેનભાઈ મહમદભાઈ ઠેબાના અશોક લેલન વાહનમાંથી રૂા.3500ની બેટરી બન્ને મળી કુલ 9700ની કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ સી ડીવીઝનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. દીનદહાડે સવારે 11થી બપોરના એક દરમ્યાન ચોરીની ઘટના ઘટવા પામી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj