જુનાગઢમાં શ્રીમાળી પ્રા.શાળાનાં મતદાન બુથમાં દાદાગીરી કરનાર શખ્સ સામે ગુનો દાખલ

Local | Junagadh | 08 May, 2024 | 02:20 PM
સાંજ સમાચાર

જુનાગઢ તા.8
ગઈકાલે જૂનાગઢ લોકસભાની ચૂંટણીના મતદાન મથકમાં દાદાગીરીથી પ્રવેશી ચૂંટણીલક્ષી જાહેરનામાનો ભંગ કરતાં ફરજ પરના પોલીસ કર્મીએ એ ડીવીઝન પોલીસમાં ગુન્હો દાખલ કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ એ ડીવીઝનના સુખનાથ ચોકની શ્રીમાળી પ્રા.શાળા ખાતેના મતદાન મથકમાં આરોપી અબ્દુલસતાર અબ્દુલહમીદ અન્સારી (ઉ.28) રે. નરસિંહ વિદ્યામંદિર સામેની ગલી જુલાઈવાડા વાળો પોતે મતદાર આ બુથનો ન હોવા છતાં કે એજન્ટ કોઈ પાર્ટી અપક્ષનો ન હોય તેમ છતાં પ્રમુખ અધિકારીની પરવાનગી વગર પ્રવેશી મતદાન બુથની અંદર કોઈ મતદાન માટે આવેલ મતદાર ઉમેદવાર ચુંટણી એજન્ટ તથા ચુંટણીપંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ મતદાન મથકમાં પ્રવેશ ન કરવાનો પ્રતિબંધ હોવા છતાં આ શખ્સે અંદર મતદાન મથકમાં પ્રવેશતા ચુંટણીલક્ષી જાહેરનામાનો ભંગ કરના ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ કાળાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj