હળવદના ચરાડવા નજીક અકસ્માત સર્જી નાસી જનાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ

Local | Morbi | 16 April, 2024 | 02:05 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.16
 

હળવદના ચરાડવા ગામ પાસેથી ડબલ સવારી એકટીવા પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રકની પાછળના ભાગમાં ડબલ સવારી એકટીવા અથડાયું હતું જેથી કરીને બે યુવાનોને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીનાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ઇજા પામેલા એક યુવાનને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતકના ભાઈએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચ્ક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામ પાસે કેટી મિલ નજીક રસ્તા ઉપરથી ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે ધૂળની ડમરીના કારણે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં એક્ટિવા ઘૂસી ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં એકટીવા ઉપર જઈ રહેલા બે યુવાનોને ગંભીર ઈજા થઈ હતી અને તે પૈકીના સાકરીયા જયરાજભાઇ દેવશીભાઈ (28) રહે. આણંદપુર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, એકટીવા ઉપર બેઠેલા રાજેશસિંગ પઠાણસિંગ (26) રહે. મૂળ આગ્રા યુપી હાલ રહે. ચરાડવા વાળાનું ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક સાકરીયા જયરાજભાઇના ભાઈ મહેશભાઇ દેવશીભાઈ (28) રહે. હળવદ વાળાએ હાલમાં ટ્રક નંબર આરજે 52 જીએ 9129 ના ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj