માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે પ્રથમ વખત રાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ અને માંગરોળ ખારવા સમાજના પટેલના સહયોગ થી મેડીકલ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ના પ્રખ્યાત ન્યુરો સર્જન સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પુનિત ત્રિવેદી, સ્ત્રી રોગ નિષ્ણાંત ગાયનેક ડોક્ટર સ્વેતા ત્રિવેદી અને એમડી ડોક્ટર રવિ ગરચરની ઉપસ્થિતીમાં 150 થી વધુ દર્દીઓ એ આ કેમ્પનો લાભ લીધો હતો
તેમજ ડોક્ટર દ્વારા મણકા, હેમરેજ મગજને લગતા રોગો, સ્ત્રીઓને લગતા રોગ સહીત અલગ અલગ રોગોના દર્દીઓનુ સંતોષકારક નિદાન કરી રાહત દરે દવાઓ પણ આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા બંદરના સામાજિક આગેવાન દિનેશભાઈ વંદુર તેમજ તેમની ટીમ તેમજ કિશોરભાઈ જેઠવા દ્વારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy