(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 16
ધ્રાંગધ્રા નગરપાલિકાની બાજુમાં કેપ્રી ગોલ્ડ લોન બેંકમાં રાત્રેના 8:30 કલાકે બેંક બંધ હતી અને અચાનક અગમ્યો કારણોસર આગ લાગતા પાલિકા ફાઇર ફાઈટર ટીમ અને સીટી પોલીસ સ્ટાફ, પીજીવીસીએલ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી ભારે જહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં બેંકમાં રહેલ ફર્નિચર કોમ્પ્યુટર માલ સામાનનું મોટું નુકસાની આશંકાઓ.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં નગરપાલિકાની બાજુમાં આવેલા કોમ્પલેક્ષની દુકાનમાં કેપ્રી ગોલ્ડ લોન બેંકના કર્મચારીઓ દ્વારા સાંજના સમયે બેંક બંધ કરીને જતા રહ્યા હતા ત્યારે રાતના 8:30 કલાકે અગમ્યો કારણોસર કેપ્રી ગોલ્ડ લોન બેંકમાં આગ લાગી હતી જેમાં બેંકના કર્મચારીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક નગરપાલિકા ફાયર ટીમ તથા પીજીવીસીએલ, અને સીટી પોલીસને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.
જેમાં પાલિકાની ત્રણ ફાયર ફાઈટર ગાડી દ્વારા દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં શહેરી વિસ્તારમાં આગ લાગવાના કારણે સીટી પોલીસ પીઆઇ એમ યુ મશી સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં બેંકમાં રહેલ ફર્નિચર કોમ્પ્યુટર સહિત માલ સામાનનું મોટુ નુકસાની આશંકાઓ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy