ભાવનગર તા.24
ભાવનગર નજીક વડીયા ગામે આવેલ એક ફેક્ટરી માં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા ના સિહોર ના વડીયા ગામ પાસે આવેલ રાજ ઇસ્પાત ફેક્ટરીના ભંગારમાં અચાનક ભઠ્ઠીનો ગરમ પદાર્થ બહાર પડવાથી આગ લાગેલ હતી.જેની જાણ સિહોર નગરપાલિકા ફાયર વિભાગને થતાં તાત્કાલિક ત્યાં પહોંચી આગ પર 2500 લીટર પાણીનો છંટકાવ કરેલ હતો.જેમાં આસપાસમાં રહેલ ભંગારએ ખૂબ મોટી આગ પકડી લીધેલ હતી 1 કલાક ની ભારે જહેમત બાદ આગ ને કાબુમાં લઇ લીધેલ હતી.જેમાં કોઈ જ પ્રકારની જાનહાનિ થયેલ નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy