ધોરાજી, તા. ર0 ધોરાજી ખાતે વાંકાચુકા દાંત માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન આવતીકાલ તા.21ને રવીવારે સવારના 9થી 1 કલાક દરમ્યાન ઠુમર ડેન્ટલ હોસ્પીટલ પોસ્ટ ઓફીસ ચોક (ડો. ફળદુના દવાખાના પાસે) કરવામાં આવેલ છે. આ કેમ્પમાં દાત વચ્ચે જગ્યા હોય તથા વાકાચુકા દાંત હોય, મોઢુ બંધ ન થવું દાત આગળ પાછળ હોય દાતને કારણે ચહેરા ઉપર ખરાબ દેખાતા હોય તેમજ દાતના રોગ આ તમામ પ્રકારની તકલીફો તેમજ બ્રેસીસ દ્વારા તાર બાંધીને તેમજ કિલીપર કેપ દ્વારા થતી ટ્રીટમેન્ટ કરાશે. વિનામૂલ્યે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં વાંકાચુકા દાંતના નિષ્ણાત ડોકટર હાર્દીક રૂપાપરા પોતાની માનદ સેવા આપશે તેમજ ઠુમર ડેન્ટલ હોસ્પીટલના ડો. ગૌતમ વી. ઠુમર તથા ડો. અમી જી. ઠુમર માનદ સેવા આપશે. દર્દીઓને આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy