(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.27
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી ત્રણ વર્ષ આગાઉ થયેલ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો શખ્સ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા ઝડપી લઇ તાલુકા પોલીસને સોંપતા કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના હદમાં ત્રણ વર્ષ અગાઉ થયેલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સ મુન્નો રાયસિંગભાઈ ઠાકોર ધ્રુમઠ ગામ નજીક હોવાની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના દશરથભાઈ રબારીને મળતા તેઓ પોતાના પોલીસ સ્ટાફ સાથે તુરંત સ્થળ પર પહોંચી શખ્સને દબોચી લીધો હતો.
જ્યારે એલ.સી.બી સ્ટાફ દ્વારા આ શખ્સને ઝડપી પૂછપરછ દરમિયાન પોતે ત્રણ વર્ષ અગાઉની ચોરી પણ કબૂલ કરી હતી જેને લઇ પોલીસ શખ્સને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપતા સ્થાનિક પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy