મીઠાપુર ખાતે ચમત્કારી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી

Local | Jamnagar | 25 April, 2024 | 11:13 AM
સાંજ સમાચાર

(કમલેશ પારેખ)
મીઠાપુર, તા.25

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ લી. ના મેઈન ગેટની સામે આવેલ ભવ્ય શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મ મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો.

તા. 23ના શ્રી હનુમાનજી જન્મ મહોત્સવ પ્રસંગે ચમત્કારી હનુમાનજીને રાજભોગ -મહાપ્રસાદના મુખ્ય યજમાન શ્રી વિનોદભાઈ હિન્ડોચા -પ્રખર એડવોકેટ જીતેન્દ્રભાઈ હિન્ડોચા જામખંભાળિયા ના સહયોગથી કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે નૂતન ધ્વજારોહણ તેમજ શ્રી હનુમાનજી મહારાજ ને અન્નકોટ ના પ્રસાદ ના મુખ્ય યજમાન દ્વારકા તાલુકા ક્ષત્રિય વાઘેર સમાજ ના અગ્રણી શ્રીઅરજણભા જખરાભા કેર પરીવાર ના સહયોગ થી કરવામાં આવ્યું હતું.. શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર ર્જીણોધ્ધાર થયાને આજે બે વર્ષ પૂર્ણ થયેલ હતું..

આ પાવન પ્રસંગે ટાટા કેમિકલ્સ લી. ના વાઇસ પ્રેસિડેન્ટ કામથ તથા ટાઉન અધિકારી મોઢવાડીયા સાહેબ સાથે રોય, ચક્રવર્તી, ગંગારામાણી, સુરેશ પટેલ, પ્રદીપ સોઢા, દિનેશ ચાનપા,એચ.આર.શ્રીમૈત્રી વ્યાસ,ભાવેશ ભાયાણી,તથા કંપનીના તમામ ઉચ્ચ અધિકારી ગણ તથા ટાટા હોસ્પિટલ નાં હેડ મેડીકલ ઓફિસર ડો.સંજીવ ભટનાગર સાહેબ તથા એમ.ડી. ડો.દિવ્યેશ કાલરીયા ખાસ હાજરી આપી શ્રી ચમત્કારી હનુમાનજી મહારાજના દર્શન કરી મહાપ્રસાદ લીધેલ. દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ વડા નિતેશ પાડે મીઠાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એચ.જોષી -પી.એસ.આઇ.પી.ટી.વાનીયા તથા પોલીસ સ્ટાફ તેમજ દેવભૂમિ દ્વારકા તાલુકાના પત્રકાર ગણ તથા બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો ઉપસ્થિત રહી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે તમામ પુજા વિધિ શૈલેષ અત્રી મહારાજ દ્વારા સંપન્ન કરવામાં આવેલ. આ મહોત્સવને સફળ અને ભવ્ય બનાવવા ચમત્કારી હનુમાનજી મંદિર કમિટીના સદસ્યો કમલેશભાઈ પારેખ, શ્રી નરેન્દ્રભાઇ પીઠવા,ઞીરીશભાઇ સોની , નરેન્દ્રભાઇ ટાકોદરા,પ્રવિણભાઇ ચૌહાણ, દિપુભાઇ ચોક્સી, ખેંગારભા માણેક,મુકેશભાઇ આચાર્ય, ગોવિંદભાઈ અસ્વાર, હિતુભાઇ ગોકાણી દિપુભાઇ ચોકસી, જીતેન્દ્રભાઈ અસ્વાર, અતુલસિંહ રાઠોર, મનોજ પોપટ, વિજયભાઈ સિદધપુરા,આશાપુરા મંદિર સેવા સમિતિ જોષી, રામભાઇ ગઢવી,તથા અન્ય ધર્મપ્રેમી કાર્યકરોએ ખૂબજ જહેમત ઉઠાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj