રાજુલાનાં માંડરડી પાસે ધાતરવડી નદી પર નવા બનેલા પુલમાં મસમોટું ગાબડું પડયું

Local | Amreli | 24 April, 2024 | 10:38 AM
નવનિર્મિત પુલમાં ખાડા પડતા નબળા કામની બૂમ ઉઠી
સાંજ સમાચાર

રાજુલા,તા.24 રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર નવનિર્મિત પુલ પર ગાંબડુ પડવાની ધટના સામે આવી છે. રાજુલા તાલુકાના માંડરડી ગામ નજીક ધાતરવડી નદીના નવા બનેલ પુલ પર ગાંબડુ પડયું હતું. આ નવનિર્મિત પુલ શરૂ થયાના બે મહિના જ થયા છે ત્યાં જ પુલ પર ગાંબડુ પડ્યુ છે. પુલ પર ગાંબડુ પડતા વાહનચાલકો આશ્ચર્યમાં મૂકાયા હતાં. જોકે સ્થાનિક લોકોએ આક્ષેપ પણ કર્યો કે, નવનિર્મિત પુલમા ભ્રષ્ટાચારની કામગીરી થયેલ હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. તેમજ હલકી ગુણવત્તાની કામગીરીને કારણે પુલની વચોવચ ગાબડુ પડ્યુ છે. પુલમાં નબળી કામગીરીના કારણે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. માત્ર બે મહિનામાં જ પુલમાં ગાબડા પડવા લાગ્યા છે. પુલમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાઇ છે. આ પુલનો વિડીયો સોશિયલ મિડિયામા વાઇરલ થયો હતો. ત્યારબાદ તંત્રના અધિકારીઓ દ્વારા આ નવા પુલને બંધ કરી દેવામા આવ્યો છે. અને જુના પુલને શરૂ કરવામા આવ્યો છે. એકતરફ રાજ્ય સરકાર વિકાસના કામો માટે કરોડો રૂપિયાના ખર્ચ કરી રહી છે. અહીં આ પુલ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામા આવ્યો હતો. અને પુલમાં ભષ્ટ્રાચારની પોલ છતી થઇ ગય છે. બીજી તરફ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અનેકવાર પુલમાં વારંવાર ગાબડા પડવાની ધટનાઓ સામે આવી હતી. ત્યારે ફરીવાર સ્ટેટ હાઇવે નવનિર્મિત પુલમા ગાંબડુ પડ્યુ છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામા આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj