જુનાગઢના વેપારી પાસે વ્યાજ પર રૂા.40 હજારની પઠાણી ઉઘરાણી કરી રાજકોટના શખ્સે હાથ ભાંગી નાખ્યો

Local | Junagadh | 25 April, 2024 | 02:43 PM
ભેંસાણનાં ઢોળવા ગામે અંધશ્રધ્ધાનો વ્હેમ રાખી મહિલાને માર માર્યો
સાંજ સમાચાર

જુનાગઢ તા.25
 જુનાગઢ રહેતા વેપારીને રૂપિયાની જરૂરીયાત હોય જેથી રાજકોટ રહેતા શખ્સ પાસેથી રૂા.40 હજાર અલગ અલગ સમયે પાંચ ટકા વ્યાજથી લીધેલ જે રકમ વ્યાજ સહિત આપી દેવા છતા મુળ રકમ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગઈકાલે જુનાગઢ આવી વેપારીને લાકડાના ધોકા વડે માર મારી હાથમાં ફેકચર કરી લોહીલોહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

 જુનાગઢ જોષીપરા ગીરીરાજ રોડ આંબાવાડી પાસેના શંભુનગર વિકાસ એપાર્ટમેન્ટ બ્લોક નં.201માં રહેતા ફરીયાદી કિશનભાઈ કાંતીભાઈ વેકરીયા (ઉ.26)ને વેપાર માટે રૂપિયાની જરૂરત પડતા રાજકોટ રહેતા આરોપી જયદીપ જયેશ ઉનડકટ પાસેથી દોઢેક વર્ષ પહેલા રૂા.40 હજાર કટકે કટકે રૂા. 5 ટકાના વ્યાજે લીધેલ હોય જે વ્યાજની રકમ દર માસે ચુકવી દીધેલ છેલ્લા ત્રણેક માસથી વ્યાજની રકમ ચુકવવા પહોંચેલ ન હોય જેથી આ આરોપીએ વારંવાર ફોન કરી પૈસા આપી દેવા દબાણ કરતા હોય જેથી કિશનભાઈ કાંતીભાઈ વેકરીયાએ વ્યાજ સહિત આપી દીધેલ છતા તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપતા હોય ગઈકાલે જુનાગઢ આવી આરોપી જયદીપ જયેશ ઉનડકટએ ગલીયાવાડાથી મજેવડીના રસ્તે બાપા સીતારામની મઢી પાસે લાકડાના ધોકા વડે વાંસામાં માર મારી ડાબો હાથ ભાંગી નાખી પગમાં માર મારી લોહીલોહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસે જુનો નોંધી પીએસઆઈ ડી.કે. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.
 

મહિલાને માર માર્યો
 ભેંસાણના ઢોળવા ગામે રહેતી ફરીયાદી ગૌરીબેન હિતેશભાઈ ધીરૂભાઈ તેરૈયા (ઉ.38) રે. ઢોળવા વાળાની દિકરી શેરીમાં રમતી હોય જેમાં આરોપી મહિલા નીમુબેન જીવરાજ લીંબાસીયા ખીજાતા હોય જેને સમજાવવા જતા આરોપીઓ મહિલાઓ નીમુબેન જીવરાજ લીંબાસીયા, મનીષાબેન જીવરાજ લીંબાસીયા, કાલબેન અશ્ર્વીન લીંબાસીયા અને અશ્ર્વિન જીવરાજ લીંબાસીયાએ બોલાચાલી કરી તુ ડાકણ ચુડેલ વાંઝણી છો જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી ગાળો ભાંડી માર મારી પાઈપ લઈ આવી ઘર સળગાવી દેવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા ભેંસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj