જામનગર તા.15:
જામનગરની ભાગોળા આવેલા મસીતીયા ગામથી કનસુમરા ગામને જોડતા માર્ગ પરથી એસઓજી પોલીસે એક શખ્સને દેશી જામગરી બંદુક સાથે પકડી પાડ્યો હતો. પોલીસે બંદૂક સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ મુજબ ગુનો નથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પંચકો સી બી ડિવિઝન પોલીસ મથકે તે જાણવા મળતી વિગતો અનુસાર મસીતીયા ગામ થી કનસુમરા ગામને જોડતા માર્ગ પર બંદૂક સાથે ફરતો હોવાની એસઓજી પોલીસને જાણ થતા પોલીસે રેડ પાડી હતી.
આ દરમિયાન શંકાસ્પડ હીલચાલમાં રહેલા શખ્સને અટકાવી તેની તલાસી લેતા નારણભાઈ સોમાભાઈ મકવાણા નામના જામનગરની નાગેશ્વર કોલોની ઢોલીયાપીરની દરગાહ બાજુમાં રહેતા શખ્સના કબજા માંથી દેશી હાથ બનાવટની જામગરી બંધુક ઝડપાઈ હતી. પોલીસે 2000ની કિંમતની આ બંદૂક કબજે કરી આરોપી નારણભાઈ વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25 (1 બે) તથા જીપીએસ કલમ 135 એક મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંદૂક કોની પાસેથી મંગાવી? સહિતના આ પ્રકરણની એસોજી શાખા ના એડ કોન્સ્ટેબલ ડી આર સાગઠીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy