જામજોધપુર પાસે દેશી બનાવટની બંદુક સાથે શખ્સ ઝડપાયો

Local | Jamnagar | 25 April, 2024 | 11:17 AM
હથિયારધારા ભંગનો ગુનો દાખલ કરતી પોલીસ
સાંજ સમાચાર

(ભરત ગોહેલ) જામજોધપુર તા.25
જામજોધપુર પંથકમાંથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદુક સાથે જામજોધપુર પોલીસે ઝડપી લીધો છે અને તેની સામે હથિયારધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

જામજોધપુરના પીઆઈ વાય.જે.વાઘેલા, પીએસઆઈ એમ.એલ.ઓડેદરા અને સ્ટાફના પ્રજ્ઞરાજસિંહ જાડેજા, સંજયભાઈ કરંગીયા અને મનોહરસિંહ જાડેજા દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાલવા ફાટક ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલા જામજોધપુરના વેરાવળ ગામના હુસેન અહમદભાઈ રાવકડા નામના શખ્સને અટકાવીને તેની તલાસી લેતા તેના કબજામાંથી દેશી બનાવટની જામગરી બંદુક-તમંચો મળી આવ્યો હતો.
જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઈ તમંચો કબજે કરાયો છે, જયારે તેની સામે જામજોધપુર પોલીસ મથકમાં હથિયારધારા ભંગ અંગેનો ગુનો નોંધવામા આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj