કેશોદમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

Local | Junagadh | 25 April, 2024 | 12:31 PM
સાંજ સમાચાર

(પ્રકાશ દવે દ્વારા) 
કેશોદ તા. 25

કેશોદ પોલીસ સ્ટેશન  વિસ્તારમાં આગામી લોકસભા ચુંટણી-2024 સબબ કેશોદ ટાઉન વિસ્તારમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-288 તથા મોબાઈલ ફોન મળી કુલ કી.રૂ- 1,30,320 ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કેશોદ સર્વેલન્સ સ્કોડ દ્વારા  આ ગુનાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 કેશોદ પોલીસ સ્ટેશનમાં  હાજર પોલીસ સ્ટ્રાફને  માહિતી મળેલ કે કેશોદ ટાઉન વીસ્તારમાં જોલીપાર્કની બાજુમા શીવ શક્તિનગર સોસાયટીમાં રહેતો મેરગભાઈ દેવશીભાઈ કડછા એ તેઓના રહેણાંક મકાને ઈંગ્લીશ પીવાનો દારૂ રાખેલ છે અને હાલ વેંચાણ ચાલુ છે જે આધારે રેઈડ કરતા મકાનના હોલમાં આવેલ બાથરૂમમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ પીવાના દારૂની અલગ- અલગ બ્રાન્ડની બોટલ નં-288 કી.રૂ.1,27,320- તથા મોબાઈલ ફોન કી રૂ-3000/- મળી કુલ કી.રૂ-રૂ-1,30,320 ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી કેશોદ પોલીસ સ્ટેશનમાં તેની સામે પ્રોહીબીશન હેઠળ મુજબનો ગુનો દાખલ કરી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj