મોરબીના શાપર નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત

Local | Morbi | 16 April, 2024 | 02:06 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16
 

મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર શાપર ગામની સીમમાં પાવળીયારી નજીક આવેલ અલ્ટ્રા મિનરલ્સ કારખાનામાં રહેતી અને મજૂરી કામ કરતી રમતીબેન રાકેશભાઈ ડાવર જાતે ભીલ (22) નામની મહિલાએ પોતાના લેબર કવાર્ટરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને તેના પતિ રાકેશભાઈ ડાવર મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો હતો અને તેને સંતાનમાં એક બાળક હતું જોકે મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હવે આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
 

એક બોટલ દારૂ
વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને 375 ની કિંમતની દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી ને આરોપી વિપુલભાઈ વશરામભાઈ ચૌહાણ જાતે કચ્છી કડિયા (34) રહે. કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી શેરી નં-2 રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj