(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20
કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ દાતારની ઉપસ્થિતિમાં મોરબી ચૂંટણી તંત્ર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ રેડ ચાર્ટ, સભા, વિવિધ ખર્ચ વગેરે અંગે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ઉપસ્થિત અધિકારી અને કર્મચારીઓને સૂચના આપી હતી.
મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજવામાં આવેલી વિવિધ તાલીમ, વિવિધ બેઠકો, અધિકારીઓ/કર્મચારીને આપેલું માર્ગદર્શન તેમજ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી.
તેમણે રેડ ચાર્ટ, સભા, વિવિધ ખર્ચ વગેરે અંગે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ઉપસ્થિત અધિકારી/કર્મચારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે 1 લાખથી વધુના કેશ ટ્રાન્જેક્શન પર બાજ નજર રાખવા પણ જણાવ્યું હતું. અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા તેમજ મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર દ્વારા ખર્ચ નિરીક્ષકને કચ્છ સંસદીય મતવિસ્તારમાં મોરબી જિલ્લાનો સમાવિષ્ટ વિસ્તાર, સર્વેલન્સ માટે બનાવવામાં આવેલી વિવિધ ટીમ તેમજ ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy