જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ખર્ચ નિરીક્ષકશ્રી અમિત મિશ્રા (IRS)ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Local | Surendaranagar | 20 April, 2024 | 12:53 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)   વઢવાણ, તા. 20

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા 09-સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક અમિત મિશ્રા (IRS)ના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમો સાથે બેઠક યોજવામાં આવી હતી. 

આ બેઠકમાં ખર્ચ નિરીક્ષકશ્રી અમિત મિશ્રા (IRS)એ જણાવ્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે. લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિક ભય વિના ભાગ લઈ શકે તેવો માહોલ પુરો પાડવો એ આપણા સૌની જવાબદારી છે. વધુમાં તેમણે ખર્ચ સાથે સંબધિત તમામ ટીમો પાસેથી રજીસ્ટર નિભાવણી, ખર્ચ સંબધિત રીપોર્ટ સહિતની તમામ વ્યવસ્થાઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા સૂચના આપી હતી. વિશેષમાં વાહન ચેકિંગ દરમિયાન સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની ખોટી હેરાનગતિ ન થાય તેની કાળજી રાખવા સૂચન કર્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, હિસાબી અધિકારી મિલન વિરમગામી સહિત ખર્ચ સાથે સંકળાયેલા વિવિધ અધિકારીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj