રાજુલા,તા.17
રાજુલા નગરપાલિકા દ્વારા માસ મટન વેચતા વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવી રાજુલા નગરપાલિકા માં અવારનવાર રાજુલા શહેરના મધ્ય ભાગમાં જીવા બાપુ ચોક વિસ્તારમાં માસ મટન વેચતા હોવાની ફરિયાદો આવતી હતી એ અનુસંધાને રાજુલા નગરપાલિકા દ્વારા વેપારીઓને મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ વેપારીઓ દ્વારા કોઈપણ જાતની કાળજી લેવામાં ન આવતા ચીફ ઓફિસર બોરડ ની સૂચનાથી રાજુલા પોલીસ બંદોબસ્ત સાથે આજે રાજુલા શહેરમાં જીવાબાપુ ચોકમાં ચાર દુકાનોને સીલ મારવામાં આવેલ ત્યારે ચીફ ઓફિસરે જણાવેલું કે જો હવે પછી આ કોઈપણ શહેરી વિસ્તારમાં આવી ઘટના બનશે તો કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે આજની આ કામગીરીમાં રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર એચ પી બોરડ તેમજ દીપકભાઈ તલાટી અજયભાઈ ગોહિલ કમલેશભાઈ વ્યાસ કમલેશભાઈ મહેતા પ્રભાતભાઇ જોશી ચંપૂભાઈ બસિયા યોગેશભાઈ ગોસ્વામી જયભાઈ પરમાર મહેશભાઈ ખુમાણ તેમજ સમગ્ર નગરપાલિકા સ્ટાફ તેમ રાજુલા પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલો હતો
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy