(કુંજન રાડિયા) જામ ખંભાળિયા, તા. 19
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં મોટરસાયકલ તેમજ મોબાઈલ ફોનની ચોરીના જુદા-જુદા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા એસ.ઓ.જી. વિભાગને કરેલી સૂચના અંતર્ગત ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી, જગદીશભાઈ કરમુર તથા જીવાભાઈ ગોજીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખા મંડળના મેવાસા ગામે રહેતા રાજાભા મીયાભા માણેક નામના 19 વર્ષના શખ્સને પોલીસે ગોકુલધામ સોસાયટી પાસેથી નીકળતા અટકાવી અને આગવી ઢબે પૂછપરછ કરતા તેના દ્વારા કરવામાં આવેલી જુદી જુદી બે મોટરસાયકલની ચોરી તેમજ એક મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી.
આથી પોલીસે કુલ રૂપિયા 90,000 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબજો દ્વારકા પોલીસને સોપ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy