(ગની કુંભાર) ભચાઉ તા.4
ચીરાગ દોમડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા સાગર બાગમાર પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને જીલ્લામાં શરીર સંબંધી પ્રવૃતિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે સાગર સાંબડા ના.પો. અધિક્ષક ભચાઉ તથા સર્કલ પો.ઈન્સ.ના માર્ગદર્શન હેઠળ વી.આર. પટેલ સીની. પો.સ. ઈન્સ.ના દ્વારા અવારનવાર શરીર સબંધી ગુના આચરતા નીચે જણાવ્યા મુજબના માથાભારે ઈસમ વિરૂધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને સબ ડીવીઝનલ મેજી.ભચાઉ દ્વારા હદપારી દરખાસ્ત મંજુર રાખી કચ્છ જીલ્લો તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ બનાસકાંઠા, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવા હુકમ કરેલ. જેથી વી.આર. પટેલ સીની.પો.સ.ઈન્સ. તથા સામખીયાળી પોલીસ સ્ટાફ દ્વારા નીચે જણાવેલ આરોપીને હસ્તગત કરી હદપારી હુકમની બજવણી કરેલ છે.
હદપાર કરેલ ઈસમનું નામ રણમલ હાજીભાઈ ત્રાયા (ઉ.25, રહે. શિકારપુર, તા.ભચાઉ) છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy