બેંગ્લુરુના હાઈવે પર ખોટા અનુવાદ વાળુ સાઈન બોર્ડ

‘તાત્કાલિક અકસ્માત કરાવો’: ઈન્ટરનેટના અનુવાદનો છબરડો!

India | 04 July, 2024 | 10:22 AM
અગાઉ ગુગલ મેપે લોકોને ગેર માર્ગે દોર્યાનો બનાવ બનેલો
સાંજ સમાચાર

બેંગ્લુરુ (કર્ણાટક),તા.4
કયારેક કયારેક ગુગલ મેપ માણસોને સાચા રસ્તેથી ગેરમાર્ગે ધકેલી દેતુ હોવાના બન્યા છે તો કયારેક ઈન્ટરનેટના સહારે કરવામાં આવેલો અનુવાદ છબરડા વાળતો હોય છે! આવી જ એક ઘટના કર્ણાટકમાંથી બહાર આવી છે. અહીંના હાઈવે પર લાગેલ સાઈન બોર્ડની તસ્વીર ખોટા હાસ્યાસ્પદ અનુવાદના કારણે સોશિયલ મીડીયા પર વાયરલ થઈ છે.

સાઈનબોર્ડ પર લખ્યું છે- તાત્કાલિક અકસ્માત કરાવો (અર્જન્ટ મેક ઈન એકસીડન્ટ) જે કન્નડથી અંગ્રેજીમાં ઈન્ટરનેટની મદદથી કરવામાં આવેલ અનુવાદનું પરિણામ છે. કોડાગુ કનેકટ નામના યુઝરે પોતાના એકસ હેન્ડલ પર આ સાઈન બોર્ડની તસવીર પોસ્ટ કરી છે.

તેના પર લખ્યું હતું- અવસરવે અપઘાટકેડા કારના (કન્નડ ભાષામાં) આ ખોટા અનુવાદને લઈને સોશિયલ મીડીયા યુઝર્સે જોરદાર કોમેન્ટ કરી છે. એકે તો વિકલ્પ તરીકે ચેટ જીટીપીની મદદ લઈને અનુવાદ કરવાની સલાહ આપી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોડાગુ જિલ્લામાં સ્થાનિક લોકોએ સાઈનબોર્ડ લગાવ્યું હતું, જેના પર યાત્રીઓને ગુગલ નેવિગેશનનો ઉપયોગ ન કરવાની ચેતવણી અપાઈ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj