(મિલન મહેતા દ્વારા) શાપર તા .23
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરેલ કેદીને પોતાનાં વતન બિહારમાંથી શાપર વેરાવળ પોલીસે પકડી પાડ્યો હતો. બનાવની વિગત અનુસાર રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલ જાફરમેનુદીન ઉર્ફે જાકિરહુસેન નબીરાસુલ અંસારી (ઉ.વ.32 રહે- પથોરા તા. ચરપોખરી બિહાર) કેદી પેરોલ પર બહાર નીકળી નાસી ગયેલ હતો.
જેની શોધખોળ શાપર વેરાવળ મથકના પએસઆઈ આર.કે. ગોહિલ, જી. બી. જાડેજા થતાં પેરોલ ફર્લોસ્કોર્ડના ઈન્ચાર્જ પીએસઆઈ એસ. જે. રાણા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન બાતમીના આધારે પેરોલ જમ્પ કરનાર કેદીને પોતાના વતન બિહારમાંથી દબોચી લીધો હતો.
બાદ પોલીસની ટીમે પેરોલ જમ્પ કરનાર કેદીને રાજકોટ મધ્યસ્થ જેલમાં સોંપવાની કાર્યવાહિ કરેલ. આ કામગીરીમાં શાપર પીએસઆઈ આર. કે ગોહીલ, પેરોલ ફર્લો સ્કોડની ટીમ તથા એએસઆઈ હરદિપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ લગધિરસિંહ જાડેજા, નીમુબેન મેર, ઘનશ્યામસિંહ જાડેજા રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy