ખંભાળિયા શહેરમાં સી.ટી.એસ.આઈ., નયારા એનર્જી અને ખંભાળિયા નગરપાલિકાના સહયોગથી ફિનિશ સોસાયટી દ્વારા સ્વચ્છ હાલાર કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. જેનો અનુલક્ષીને કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત કરવાનો આશય છે. આ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ "ખંભાળિયા અભિયાન" ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં તાજેતરમાં ફિનિશ સોસાયટીની સ્વચ્છતા ટીમ દ્વારા બે અલગ-અલગ સ્થળોએ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ટીમે લોકોને પ્લાસ્ટિકથી થતા નુકસાન વિશે જાગૃત કર્યા હતા અને અન્ય વિકલ્પો વિશે પણ જણાવ્યું. સાથે સાથે લોકોને કાપડની થેલીઓનું પણ વિતરણ કર્યું હતું.
(ફોટો:- કુંજન રાડિયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy