જામનગર તા.4
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તે હેતુથી જામનગર જિલ્લામાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે તા.05-05-2024ના રોજ રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોને ભાગ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
5 મે ના રોજ સવારે 7:00 કલાકે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો)થી રેલીનું પ્રસ્થાન થશે. ત્યાર બાદ ટાઉનહોલ, તીનબત્તી સર્કલ, લીમડાલેન થઈને ક્રિકેટ બંગલો ખાતે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy