વઢવાણ, તા. 1
સુરેન્દ્રનગરમાં આગામી 2 મેના રોજ વડાપ્રધાનની સભા યોજાનાર છે. જેમાં સુરક્ષાને લઇ સુરેન્દ્રનગર જોરાવરનગર વિસ્તારને ડ્રોન ઉડાડવા માટે રેડ ઝોન જાહેર કરાયો છે. ડ્રોન ઉડાડવા માટે જોરાવરનગર પોલીસ મથકેથી પરવાની લેવા જણાવાયું છે. તા.02/05ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે.
આથી સુરક્ષાને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરિશભાઇ પંડ્યા દ્વારા તા.01/05થી તા.02/05 એમ બે દિવસ માટે સુરેન્દ્રનગર-જોરાવરન ગર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા માટે ટેમ્પરરી રેડ ઝોનજાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પોલીસ સર્વેલન્સ સિવાયના તમામ ડ્રોન ઉડાવનારે પરવાનગી લેવાની રહેશે. આ પરવાનગી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને અધિકૃત કરાયા છે. પરવાનગી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી પરવાનગી મેળવવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy