રાજકોટમાં 12 વર્ષની બાળકીને સગા બનેવીએ ખરાબ કૃત્ય કરવાના ઇરાદે બિભત્સ મેસેજ કર્યા

Crime | Rajkot | 25 April, 2024 | 12:06 PM
મોટી બહેનનું લગ્ન જીવન ન બગડે તે માટે બાળકીએ વાત છુપાવી: મોટા ભાઈએ મોબાઈલ ચેક કરતાં ભાંડો ફૂટ્યો: મહિલા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.24
રાજકોટમાં 12 વર્ષની બાળકીને તેના સગા બનેવીએ ખરાબ કૃત્ય કરવાના ઇરાદે બિભત્સ મેસેજ અને વાતચીત કરી છેડતી કરી હતી. બાદમાં બાળકીના મોટા ભાઈએ મોબાઈલ ચેક કરતાં ભાંડો ફૂટ્યો હતો. બનાવ અંગે મહિલા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાં તજવીજ હાથ ધરી હતી.

બનાવ અંગે રાજકોટમાં રહેતાં 23 વર્ષના યુવકે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના સગા બનેવીનું નામ આપતા મહિલા પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ પોક્સો, છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરે છે અને ચાર ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ છે. તેમની મોટી બહેનના લગ્ન છ વર્ષ પહેલાં રાજકોટમાં રહેતા યુવાન સાથે થયાં હતાં. જે બાદ તેમની સૌથી નાની બહેન 12 વર્ષની છે. જે તેમની સાથે રહે છે અને ઘરની નજીકમાં આવેલ તે કલાસિસ કરવા જાય છે. તેમની માતાનું વર્ષ 2018 માં અવસાન થયેલ છે.

વધુમાં ઉમેર્યું કે, તે ઘરે હતો ત્યારે ઘરનો મોબાઈલ ચેક કરતાં તે ચોંકી ગયો હતો. જેમાં તેમની નાની બહેન સાથે તેમના બનેવીએ બીભત્સ વાતો કરેલ હોવાનું જોવા મળ્યું હતું. તેમની બહેનનો ભોળપણનો ફાયદો ઉઠાવી આરોપીએ બદકામના ઇરાદાથી ફોનમાં મેસેજ અને વાતચીત કરી બીભત્સ માંગણી કરી હોવાનું સામે આવતાં તેઓએ તેમની બહેનને ઓઉછતા6 તે ભાંગી પડી હતી. અને વાત કરી હતી કે, આરોપી તેને છેલ્લા દોઢ મહિનાથી હેરાન કરી ખરાબ મેસેજ કરે છે અને કોઈને કહીશ તો તારી બહેન સાથે સબંધ તોડી નાંખીસ અને તેનો પુત્ર પણ રખડતો થઈ જશે તેવી ધમકી આપતો હતો. જેથી બહેનનું લગ્ન જીવન ટકાવવા માટે તેણીએ કોઈને વાત કરી ન હતી. તેમજ બદકામ કરવા માટે મળવા પણ દબાણ કરતો હોવાનું જણાવ્યું હતું.

જે અંગેની ફરિયાદ પરથી મહિલા પોલીસે ગુનો નોંધી પીઆઈ ઈલાબેન સાવલિયાની રાહબરીમાં પીએસઆઈ એફ.બી.ગગનીયા અને ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

♦ આરોપી સામે પત્નીએ પણ સાત દિવસ પહેલાં ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી’તી
રાજકોટ,તા.25

22 વર્ષની બાળકીને મોબાઈલમાં બિભત્સ મેસેજ કરી છેડતી કરનાર એક પિતાના સંતાન એવા બનેવીએ તેના પત્નીને પણ અવાર-નવાર મારફુટ કરી ત્રાસ આપતો હતો.જે અંગે આરોપીની પત્નીએ પણ તેની સામે મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.જે અંગે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું મહીલા પોલીસ મથકના સુત્રોએ જણાવ્યું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj