વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હમેંશાથી કોઈ સર્જનાત્મક પ્રવૃતિઓ કરવા જાણીતી સાઈરામ દવેની નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમમાં ત્રિદિવસીય બાલ સાહિત્ય મેળો યોજાયો હતો. આ કિડ્સ ફિએસ્ટા 2024માં 3 દિવસમાં બહોળી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી. આર.આર.શેઠ પ્રકાશન દ્વારા અહીં પુસ્તકોનું વેચાણ રાખવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પુસ્તકની તો ખરીદી કરી હતી અને વધુમાં વિદ્યાર્થીઓ માટે મતદાન, સનાતન ધર્મ, ભાષા અને સાઇબર ક્રાઇમ જેવી વિવિધ 11 જેટલી એકટીવીટી રાખવામાં આવી હતી. ત્રીજા દિવસે મહિલા પી.આઈ. સાવલિયા મેડમ અને એમની શી ટોમ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ શી ટીમ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને વાંચન તરફ વાળવા અને મોબાઈલ જેવા ગેજેટ્સનો ઓછો ઉપયોગ થાય તે માટે સાંઈરામ દવેએ વેકેશન પહેલા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભવ્ય પ્રતિસાદ મળ્યો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy