માળીયામીંયાણા પાસે ટ્રક સાથે રોંગ સાઈડમાં આવતો ટ્રક અથડાયો: કલીનરનું કમકમાટીભર્યુ મોત

Local | Rajkot | 07 May, 2024 | 05:25 PM
22 વર્ષીય બિહારી યુવક થાનથી ટ્રકમાં ટાઈલ્સ ભરી મુંદ્રા ખાલી કરવા જતો હતો ત્યારે સામેથી માતેલા સાંઢની માફક આવેલા કાળમુખા ટ્રકના ચાલકે અથડાવતા કલીનર સાઈડ બુકડો બોલી ગયો:માળીયા પોલીસ દોડી ગઈ: યુવાન પુત્રના મોતથી બિહારી પરીવારમાં કાળો કલ્પાંત
સાંજ સમાચાર

રાજકોટ તા.7
 માળીયામીંયાણા નજીક ટ્રક સાથે રોંગ સાઈડમાં આવતો કાળમુખો ટ્રક અથડાતા કલીનર સાઈડનો બુકડો બોલી ગયો હતો અને 22 વર્ષીય કલીનરનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુર્ં મોત નિપજયું હતું. બનાવની જાણ થતા માળીયામીંયાણા પોલીસ દોડી આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મુળ બિહારના શારન પંથકનો વતની અને હાલ મુંદ્રા રહેતો એસ ભવાની દુર્ગાસીંઘ (ઉ.22) રાજકોટના વિશાલ ટ્રાન્સપોર્ટમાં કલીનરની નોકરી કરે છે અને ગઈકાલે તે ટ્રકના ડ્રાઈવર વિક્રમભાઈ સાથે થાન પહોંચ્યા હતા અને ત્યાંથી ટાઈલ્સનો સામાન ટ્રકમાં ભરી મુંદ્રા તરફ આવવા રવાના થયા હતા. દરમિયાન આજે વ્હેલી સવારે છ વાગ્યાની આસપાસ માળીયા મીંયાણાના દેવસોલ્ટ કારખાના પાસે ટ્રક હાઈવે પર જઈ રહ્યો હતો.

ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવતા અજાણ્યા ટ્રકના ચાલકે ટ્રક અથડાવતા કલીનર સાઈડની કેબીનનો બુકડો બોલી ગયો હતો અને કલીનરનું દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભયુર્ં મોત નિપજયું હતું. બનાવની જાણ થતા માળીયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. 

વધુમાં મળેલ વિગત મુજબ મૃતક મુળ બિહારનો વતની અને છેલ્લા ચાર વર્ષથી પરીવાર સાથે મુંદ્રામાં રહેતો હતો. તેમજ મૃતક ત્રણ ભાઈમાં વચેટ છે બનાવથી બિહારી શ્રમિક પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj