ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ અને આગ ઓકતી ગરમીમાં મીઠું ભરેલી ટ્રક સળગી, ડ્રાઈવર અને ક્લીનર બહાર નીકળી જતા બચી ગયા

Local | Surendaranagar | 27 April, 2024 | 12:42 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 27

હાલમાં ખારાઘોડા રણમાં મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ અને આગ ઓકતી ગરમીમાં મીઠું ભરેલી ટ્રક સળગી ઉઠી હતી. પરંતુ સદભાગ્યે આ ઘટનામાં જાનહાની ટળી હતી. ડ્રાઈવર અને ક્લીનર સમયસુચકતા વાપરીને સમયસર ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી. આજે રણમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રી હોવાનું સામે આવ્યું છે.

થોડા સમય અગાઉ જ ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે બે ટ્રક સામસામે અથડાતા એકનું મોત થયું હતું. એજ અઠવાડીયામાં વેરાન રણમાં ફરી બે ટ્રકો સામસામે અથડાતા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બંને ગોઝારી ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ અને આગ ઓકતી ગરમીમાં મીઠું ભરેલી ટ્રક સળગી ઉઠી હતી.

હાલમાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં જેસીબી અને ડમ્પરો સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. બીજી બાજુ રણમાં આગ ઓકતી કાળઝાળ ગરમી અને ધૂળની ડમરીઓ વચ્ચે સેંકડો ટ્રકો દ્વારા મીઠું ખેંચવાની સીઝન અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે.

ત્યારે ખારાઘોડા રણમાં આગ ઓકતી ગરમીમાં મીઠું ભરેલી ટ્રક સળગી ઉઠી હતી. જેમાં ડ્રાઈવર અને ક્લીનર સમયસુચકતા વાપરીને સમયસર ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી. આજે રણમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રી હોવાનું સામે આવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj