(જીગ્નેશ ભટ્ટ)
મોરબી તા.20
હળવદમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા જયકુમાર પટેલના પત્ની હેમાંગીબેન પટેલ (34) પોતે પોતાના ઘરે હતા અને ત્યારે ત્યાં સાંજના સમયે ઘરની છત જોઈ રહ્યા હતા ત્યારે છત ધોતા સમયે કોઈ પણ કારણોસર તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.
જેથી તેને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.ડી. સરૈયા ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ટાટા ક્રોમા સ્ટોરની સામેના ભાગમાં રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા સંજયભાઈ ભીખાભાઈ દાદલ (41) રહે. ઉમિયાનગર ત્રાજપર મોરબી વાળાના બાઇકને કોઈ અજાણી કારના ચાલકે હડફેટ લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં સંજયભાઈને ઇજા થઈ હતી.
જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy