ટંકારાના બંગાવડી ગામે રહેતી મહિલાએ શરદી, ઉધરસ, તાવની વધુ પડતી દવા પી જતાં સારવારમાં

Local | Morbi | 25 April, 2024 | 12:07 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી તા.25
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતી મહિલાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે શરદી, ઉધરસ તાવની વધારે પડતી ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા ગોપીબેન દલસુખભાઈ ભટ્ટ (29) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર શરદી, ઉધરસ અને તાવની વધુ પડતી ટીકડીઓ તે પી જતા તેને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

મારા મારીમાં ઇજા
મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા હિતેશભાઈ કરસનભાઈ અગેચાણીયા (42) નામના યુવાનને સવારે 9:00 વાગ્યે તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેમાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj