ભાવનગરનાં નારી ગામે વાળંદ યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત

Local | Bhavnagar | 19 April, 2024 | 10:38 AM
સાંજ સમાચાર

ભાવનગર, તા.19 ભાવનગરના નારી ગામે રહેતા અને તે ગામમાં જ હેર કટીંગ સલૂન ચલાવતા વાળંદ યુવાને આર્થિક મુશ્કેલીથી કંટાળી જઈ પોતાની જાતે ગળાફાંસો ખાય આપઘાત વહોરી લેતા પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ હતી. આ બનાવ અંગેની વિગતો એવી છે કે ભાવનગર શહેરની બાજુમાં આવેલ નારી ગામે રહેતા અને આ ગામમાં જ હેર કટીંગ સલૂન ધરાવતા રાજેશભાઈ રમેશભાઈ કાલાણી ઉં.વ.33ને છેલ્લા કેટલાક સમયથી ધંધામાં પૂરતી આવક થતી ન હોવાથી આર્થિક સ્થિતિથી કંટાળી તેણે વહેલી સવારે પોતાના ઘરે જાતે ગળાફાંસો ખાય લેતા તેને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. આ ઘટનાથી પરિવારજનો તથા ગામમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj